સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરેલ ૫ એસી ડબલ ડેકર બસની ખાસિયત જાણો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી ૫ એસી ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વાઈબ્રન્ટ બાદ આ ડબલ ડેકર બસોને ગાંધીનગરમાં દોડાવાશે.

સીએમ ભુપેન્દ્ર પટેલે રવિવારે ગાંધીનગરમાં ડબલ ડેકર એસી ઈ-બસ લોકાર્પણ કર્યું. આ વાઈબ્રન્ટ સમિટના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બે બસ ખુલી મુકાઈ છે. લંડનની ડબલ ડેકર એસી ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામા આવશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે.

શું ખાસ છે ડબલ ડેકર બસમાં ?

યુએસબી ચાર્જ, વાઈફાઈ

રિડીંગ લાઇટ અને કન્ફર્ટ સીટ

૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી

ચાર્જ થયા બાદ ૨૫૦ કિમી ચાલશે

દરરોજનું સંચાલન ૨૦૦ કિમી કરાશે

ચાર્જ સમય દોઢ કલાકથી ૩ કલાક લાગશે

૯૦૦ એમએમ ફલોર હાઇટ

૪૭૫૦ એમએમ હાઇટ

૯૮૦૦ એમએમ લંબાઇ

૨૬૦૦ એમએમ પહોળાઇ