વટવા GIDCમાં પ્રદૂષણનો ખુલ્લો ખેલ: ચોમાસાની આડમાં કેમિકલયુક્ત દૂષિત પાણીનો બેફામ નિકાલ, GPCB અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
- વટવા GIDCમાં કેમિકલ માફિયાઓ બેફામ? ઔદ્યોગિક એકમોની સામે લાલ રંગનું સંભવિત દૂષિત પાણી, પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય પર મંડરાયો મોટો ખતરો
- ચોમાસાનો લાભ લઈ વટવા GIDCમાં ઝેરી પ્રદૂષણનો ખેલ? ખુલ્લેઆમ દૂષિત પાણી છોડવાના ગંભીર આક્ષેપ વચ્ચે જવાબદાર સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ
- વટવા GIDCમાં કેમિકલયુક્ત પાણીનો ખુલ્લેઆમ નિકાલ: ભૂગર્ભ જળ, વરસાદી નાળાઓ અને પર્યાવરણને જોખમમાં મૂકી જવાબદાર કોણ? GPCBની તાત્કાલિક તપાસની માંગ, GPCB જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે કે નહીં?

અમદાવાદ: શહેરના વટવા GIDC વિસ્તારમાં Rohan Dye Chem, Ushanti Colour Chem, Crystal, Shreyansh, RIM, Mayur અને Amin કંપનીઓની સામે લાલ, પીળા, રાતા સહિતના વિવિધ રંગનું સંભવિત કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લા વિસ્તારમાં અને રોડની બાજુમાં ભરાયેલું હોવાનું સ્થળ પરથી લેવામાં આવેલા GPS આધારિત ફોટા અને વિડિયોમાં જોવા મળે છે. આ દૃશ્યો 23 જુલાઈ, 2026ના રોજ સ્થળ પરથી નોંધાયા હોવાનું ફોટોગ્રાફ્સ દર્શાવે છે.

ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો લાભ લઈ ઔદ્યોગિક વિસ્તારમાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી વરસાદી નાળાઓ અથવા ખુલ્લા વિસ્તારોમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો લાંબા સમયથી ઉઠતા રહ્યા છે. હાલમાં સામે આવેલા ફોટા અને વિડિયોમાં લાલ, પીળા, રાતા સહિતના વિવિધ રંગનું પાણી મોટા પ્રમાણમાં રોડની આસપાસ ભરાયેલું અને ડ્રેનેજમાં વહેતું જોવા મળે છે, જે સામાન્ય વરસાદી પાણી જેવું લાગતું નથી અને સમગ્ર ઘટનાની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ જરૂરી બને છે.
ખરેખર ઔદ્યોગિક એકમો દ્વારા આ પ્રકારનું કેમિકલયુક્ત અથવા Hazardous Effluent ખુલ્લામાં છોડવામાં આવતું હોય, તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી પ્રવૃત્તિ માટે પરવાનગી કોણે આપી? જો નહીં, તો જવાબદાર ઔદ્યોગિક એકમો સામે અત્યાર સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?

આ પાણીમાં ઔદ્યોગિક રસાયણો અથવા Hazardous Waste મિશ્રિત હોય તો તેના જમીન અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ, વરસાદી નાળાઓ મારફતે નજીકના તળાવો, નદીઓ અને અન્ય જળસ્ત્રોતોનું દૂષિતીકરણ અને માનવ સ્વાસ્થ્ય, પશુઓ અને પર્યાવરણ માટે ગંભીર જોખમ જેવા ગંભીર પરિણામો આવી શકે છે,
સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓની માંગ છે કે GPCB, AMC, જિલ્લા વહીવટીતંત્ર અને CPCB દ્વારા તાત્કાલિક સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવે. સ્થળ પરથી પાણીના નમૂનાઓ એકત્રિત કરી NABL માન્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું, CCTV ફૂટેજ, ડ્રેનેજ લાઇન, વરસાદી નાળાઓ અને સંબંધિત ઔદ્યોગિક એકમોની Effluent Treatment System (ETP), Flow Meter તથા Online Monitoring Systemની તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
ચોમાસાના સમયમાં કેમિકલ માફિયાઓ વરસાદી પાણીનો લાભ લઈ દૂષિત પાણીનો ગેરકાયદે નિકાલ કરતા હોવાના આક્ષેપો અત્યંત ગંભીર છે. જો આવા કૃત્યો સામે સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો વટવા GIDC સહિત આસપાસના વિસ્તારોનું પર્યાવરણ, ભૂગર્ભ જળ અને જનસ્વાસ્થ્ય લાંબા ગાળે ગંભીર જોખમમાં મુકાઈ શકે છે.











