ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું

સુરત આરટીઓએ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં તમામ વાહન સબસીડીના પાત્ર નથી. તેમાંથી ૧૧૩૨ વાહન માલિકોને ૨,૪૬,૧૬,૦૦૦ની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવી છે.

વાહન માલિક કે ડિલરે સ્વયં સબસીડીની પ્રક્રિયા કરવી પડશે.૧.૫ લાખની કિંમતના ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનની ખરીદી કરનાર વાહન માલીક સબસીડીને પાત્ર ગણાશે. એ જ રીતે ૫ લાખ સુધીના ત્રણ પૈડા વાળા અને ૧૫ લાખ સુધીના ફોરવ્હિલર પર સબસીડી મળશે. ૧૫ લાખથી વધુ કિંમતના વાહન સબસીડીને પાત્ર ગણાશે નહીં. સબસીડી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.અમદાવાદ ૧૧૦૦ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સાથે બીજા ક્રમે છે, જ્યારે રાજકોટના ૪૬૦ અને વડોદરામાં ૩૫૦ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે.

ઇલેક્ટ્રિક વાહનોમાં દ્વિચક્રી વાહનો પર સરકાર દ્વારા ૨૦ હજાર અને ૧.૫૦ લાખની સબસીડી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સબસીડીની તમામ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, ઉપરાંત વધુ ૫૦ બનાવવા મંજૂરી પણ મળી ગઇ છે.સરકાર દ્વારા સબસીડી આપવામાં આવતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. આરટીઓમાંથી મેળવેલ છેલ્લા ૬ મહિનાના આંકડા અનુસાર રાજ્યમાં સૌથી વધું ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું છે.ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી સુરતમાં કુલ ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર અને દ્વિચક્રી સહિતના વાહનોનો સમાવેશ થાય છે.