ગોરાના ઘાટે નર્મદા મૈયાની રૂા. ૨૫૦૦ આપી આરતી ઉતારી શકશો

નર્મદા નદીના ગોરા ઘાટ પર હવેથી નર્મદા આરતી રોજ થશે જોકે તેનું લોકાર્પણ વિધવિત હજુ બાકી છે પરંતુ તંત્ર દ્વારા નિર્માણ ઘાટ પર રોજ ૫૧ દીવાની ૭ આરતી કરવામાં આવી રહી છે. હાલ આ આરતી બ્રાહ્મણો કરી રહ્યા છે અને પરંતુ શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને એસઓયુ સત્તામંડળ ના સંયુક્ત ર્નિણય થી હવે આ નર્મદા આરતીનો લાભ ભક્તો પ્રવાસીઓ માણી શકે એટલે રોજના ૭ જેટલા ભક્તો ને યજમાન પદ અપાવા નું નક્કી કરવામાં આવ્યું છે.

યજમાન પદ મેળવી ભક્તો આરતી જાતે નહીં કરી શકે પરંતુ પોતે સંકલ્પ લઈને બ્રાહ્મણો દ્વારા આ મહા આરતી કરવામાં આવશે એટલે જેતે દિવસે તેમના નામની આરતી થશે આ માટે એક આરતી કરાવવાનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા હાલમાં નક્કી કરવામાં આવ્યો છે અને જે ખર્ચ ને સુલપાણેશ્વર મંદિર અને ઘાટ ના મેન્ટેનન્સમાં આ રકમ ખર્ચ થશે. આમ રોજના ૭ યજમાન આરતી કરાવે તો રોજની ૧૭,૫૦૦ રૂપિયાની રોજની આરતી થાય

.અત્રે ઉલ્લખનીય છે કે આ મહા આરતીનો રેટ હાલ એસઓયુ ટિકિટ ની વેબસાઈડ પર મુકવામાં આવ્યું છે અને પ્રવાસીઓ ટિકિટ કરાવે તો સાથે જો તેમની ઈચ્છા નર્મદા ઘાટ મહા આરતીની કરવવાની હોય તો તેની ૨૫૦૦ રૂપિયા ભરીને આરતી બુક કરાવી શકે છે. એસઓયુ સહિતના સ્થળો ફરીને સાંજે આરતીમાં આવે તો તેમના નામની આરતી તૈયાર મળે,આવીજ રીતે જેમને ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજા કરવી હોય અથવા ઘ્વાજારોહન, સંકલ્પ પૂજા કરવી હોય તો તેનો પણ ચાર્જ આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ પર મુકવામાં આવશે,શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા તેમની વેબસાઈડ લોન્જ કરશે.