પર્યાવરણીય મંજૂરીઓ માટે CPCBનો કડક આદેશ: SPCBs-PCCsને સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા નિર્દેશ

  • NGTના આદેશ બાદ CPCBએ SOPના અમલ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો
  • પર્યાવરણીય કાયદાના પાલન માટે સક્રિય કાર્યવાહી, તપાસ અને જરૂરી હોય ત્યાં બંધના આદેશની જોગવાઈ
  • ફરિયાદોના નિકાલ માટે SPCBs-PCCsએ વેબ પોર્ટલ બનાવવું અને કાર્યવાહી અંગે ફરિયાદીને માહિતી આપવી પડશે

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (CPCB) વોટર એક્ટ, 1974 અને એર એક્ટ, 1981ની કલમ 18(1)(b) હેઠળ દેશના તમામ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (SPCBs) અને પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓ (PCCs)ને પર્યાવરણીય મંજૂરી અને ઓથોરાઇઝેશન સંબંધિત અરજીઓનો નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપી નિકાલ કરવા માટે તૈયાર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. NGT, નવી દિલ્હીએ ‘નવિન કુમાર વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય’ કેસમાં 8 ઓક્ટોબર 2025ના આદેશમાં CPCBને SPCBs અને PCCs માટે SOP તૈયાર કરવા તથા CTE, CTO અને ઓથોરાઇઝેશનની અરજીઓનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સાથે જ પર્યાવરણીય કાયદા અને ધોરણોના પાલન માટે SPCBs-PCCsએ સક્રિય અભિગમ અપનાવી જરૂરી સર્ક્યુલર, નોટિસ અને પત્રો જારી કરવા, તપાસ હાથ ધરવા અને ખામીઓ દૂર કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવાની રહેશે. જરૂરી હોય ત્યાં પ્રોજેક્ટ પ્રપોનેન્ટ સામે શરતી અથવા સંપૂર્ણ બંધના આદેશ પણ આપી શકાશે.

CPCBએ SPCBs અને PCCs સાથે પરામર્શ કરીને આ SOP તૈયાર કરી હતી અને 27 ફેબ્રુઆરી 2026ના પત્રથી તમામ બોર્ડ અને સમિતિઓને તેના અમલ માટે મોકલી હતી. ત્યારબાદ NGTએ 14 મે 2026ના આદેશમાં CPCBને SOPના અમલ અને SPCBs-PCCs દ્વારા વેબ પોર્ટલની રચનાની સમયાંતરે દેખરેખ રાખવા તથા જરૂરી નિર્દેશો જારી કરવા જણાવ્યું હતું.

CPCBના નવા નિર્દેશ મુજબ SPCBs અને PCCsએ SOP મુજબ જરૂરી કાર્યવાહી કરીને તેનો અમલ સુનિશ્ચિત કરવાનો રહેશે. પર્યાવરણીય કાયદાના ઉલ્લંઘન અંગે મળતી ફરિયાદો માટે વેબ પોર્ટલ બનાવવાનું રહેશે, ફરિયાદ સાથે આપવામાં આવેલી વિગતો અને આધારભૂત સામગ્રીની તપાસ કરીને કાયદા મુજબ જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરવાની રહેશે. ફરિયાદ પર થયેલી કાર્યવાહી અંગે ફરિયાદીને માહિતી આપવાની સાથે અપીલ અથવા રિવિઝન જેવા ઉપલબ્ધ કાનૂની ઉપાયો અંગે પણ જાણ કરવાની રહેશે અને સંબંધિત માહિતી વેબ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. CPCBના આદેશની પ્રાપ્તિને તાત્કાલિક સ્વીકારી SPCBs અને PCCsએ આદેશ મળ્યાના 30 દિવસમાં CPCBને એક્શન ટેકન રિપોર્ટ (ATR) સુપરત કરવાનો રહેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news