મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી

મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક ૫ માળની ઈમારતમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયરની ૧૨થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.મુંબઈના ઝવેરી બજારમાં આવેલી પાંચ માળની ઈમારતમાં ગુરુવારે આગ લાગી હતી. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ અગાઉ મુંબઈમાં  ૨ જૂને એક પાંચ માળની ઈમારતના ભોંયરામાં લાગેલી મોટી આગ ૩૦ કલાક બાદ કાબૂમાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

પાલિકાના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, બુધવારે સવારે લગભગ ૧૨.૧૫ વાગ્યે ઉપનગરીય અંધેરીના SEEPZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેને શુક્રવારે સવારે ૬.૧૫ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બે ફાયરમેનને સામાન્ય ઈજાઓ થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. સ્થળ પર હાજર એમ્બ્યુલન્સમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઓછામાં ઓછા ૧૨ ફાયર એન્જિન, આઠ પાણીના ટેન્કરો અને અન્ય સાધનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કરી દીધો અને આગને કાબૂમાં લેવા માટે ૧૮૫ વેન્ટિલેટરનો ઉપયોગ કર્યો હતો.