આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

  • નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે
  • જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો સામે કાર્યવાહી કરાવવા મટે પ્રજા ન્યાયપાલિકાની શરણે

અમદાવાદઃ ગામ કરૂંગા, તાલુકા દ્વારકા, જિલ્લા દેવભૂમિ દ્વારકાની સર્વે નં.૫૪૦, ૬૦૬ અને ૬૨૯ વાળી જમીન ધરાવતા માલિક બાલુભા પાબુભા કેર અરજદાર દ્વારા ઉક્ત ગામના રહેવાસી હોવાને કારણે પોતાની રોજી રોટી માટે ખેતી અને ખેતીની પ્રવૃત્તિ હાથ ધરી રહ્યાના દાવા સાથે અરજી કરવામાં આવી છે.  અરજદારની જમીનો આરએસપીએલ લિમિટેડના પ્લાન્ટની બાજુમાં આવેલી છે.

અરજદારની જમીનને અડીને આવેલા આરએસપીએલ લિમિટેડના પ્લાન્ટમાંથી ઇન્ડસ્ટ્રિયલ એફ્લ્યુઅન્ટને અરબી સમુદ્રમાં ઠાલવવાથી તેઓની જમીનો પ્રદૂષિત થવાના કારણે તે ખેતી માટે અયોગ્ય બની જવાથી અરજદારની આજીવિકા છીનવાઇ ગઇ.

અરજીમાં વધુમાં જણાવવામાં આવેલ છે કે કંપની દ્વારા દુર્ગંધમારતુ ગરમ વાયુયુક્ત પ્રવાહી સીધુ  કંપનીના પરિસરથી એક  કિ.મી.ની અંદર સ્થિત અરબી સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે, જેના કારણે મોટા પાયે પાણી, હવા અને જમીનનું પ્રદૂષણ થાય છે.

અરજદારે વધુમાં સરકારી સત્તાવાળાઓ, ખાસ કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની નિષ્ક્રિયતા અંગેનો મુદ્દો ઉઠાવેલ છે. અરજદાર દ્વારા વારંવાર કરવામાં આવતી ફરિયાદો અંગે  જીપીસીબી દ્વારા નિયમોનુસાર એકમ વિરૂધ્ધ કાર્યવાહી ના કરતા, તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે. જે આરએસપીએલ લિમિટેડમોટા પાયે પ્રદૂષણ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

સોડા-એશનું ઉત્પાદન કરતી પ્રતિવાદી કંપની અરજદારના ખેતરોમાં મીઠા યુક્ત પાણીનો નિકાલ કરી રહી હોવાના કારણે સમગ્ર ખેતર બિનઉપજાઉ બની ગયા.

વર્ષ 2019થી અરજદારની દુર્દશા માટે જીપીસીબીએ અરજદારને વળતર, પ્રશ્નવાળી જમીનોમાંથી થયેલી આવક ગુમાવવા બદલ તેને થયેલા નુકસાનનો ખર્ચ, માનસિક હેરાનગતિ તેમજ જીપીસીબીને નિંદ્રામાંથી જગાડવા માટે અરજદાર દ્વારા કરવામાં આવેલા કાનૂની ખર્ચની ભરપાઇ પેટે રૂ.20 લાખ જીપીસીબી દ્વારા અરજદારને ચૂકવવામાં આવશે,

જીપીસીબીના ચેરમેન દ્વારા હાથ ધરવામાં આવનારી તપાસમાં નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી સપ્રમાણમાં વસૂલવામાં આવશે. ખર્ચની વસૂલાત ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે

આઠ અઠવાડિયામાં જમીનને તાજી નવી માટીથી ફરીથી ભરવા, ખોદકામ કરાયેલી માટીની ભરપાઈ અને પરિવહનનો ખર્ચ આરએસપીએલ લિમિટેડ પાસેથી વસુલવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ કરવામાં આવેલ છે.

આ અગાઉ ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીના કેસમાં નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જીપીસીબીની કરેલ કાર્યવાહી અંગે અસંતોષ દર્શાવી ફરીથી સ્થળ મુલાકાત કરી રિપોર્ટ કરવા આદેશ કરેલ છે. આમ હવે પ્રદુષણ રોકવાની અને જબાબદારો સામે કાર્યવાહી કરવાની જવાબદારી ન્યાયપાલિકાના શીરે આવી ગયેલ હોય તેમ જણાય છે.