Zero Effect Zero Defect- ZED સર્ટીફીકેશન લઘુ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ઉપયોગી

MSME એકમોને ZED સર્ટીફિકેશન માટેની પાત્રતા મેળવવા થયેલા ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સહાય

UDYAM ૨જીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો મેળવી શકશે નિઃ શુલ્ક ZED સર્ટીફીકેટ

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMESને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટીફિકેશન યોજના એપ્રિલ ૨૦૨૨માં જાહેર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્ક્રિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-2022 હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી ZED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી આપવામાં આવે છે.

MSME એકમોને ZED સર્ટીફીકેટ મેળવવા માટે જાગૃત કરવા તેમજ નિયત થયેલ પધ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તેવા હેતુથ Quality Council of India (QC) દ્વારા એજન્સીઓ એમ્પેનલ કરવામાં આવે છે. Quality Council of India(QC) એ(1)4C Consult- ing Pvt Ltd (2) Efforts Consulting, (3) Separis Knowledge Sol Pvt ltd. (4) Here Quality Excellence Pvt Ltd, (5) Perfect Consulting, (6) Asttaleus Service Pvt ltd જેવી એજન્સીઓને એમ્પેનલ કરી છે. આ એમ્પેનલ કરેલ એજન્સીઓ MSME એકમોનો સંપર્ક કરીને ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે મદદ કરશે જેના માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચુકવવાનો રહેશે નહિ. આ એજન્સીઓ દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેમણે સહકાર આપવા નાયબ ઉદ્યોગ કમિશનરે અનુરોધ કર્યો છે.

UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ એકમ, ત્રણ જુદી જુદી કેટેગરીના ZED સર્ટીફિકેટ મેળવી શકશે. જેમાં લેવલ-૧નું બ્રોન્ઝ સર્ટિફિકેટ, લેવલ-૨નું સિલ્વર સર્ટિફિકેટ અને લેવલ-૩નું ગોલ્ડ સર્ટિફિકેટ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ZED સર્ટીફિકેશનથી MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ મદદ મળશે. ZED સર્ટીફિકેશનનો બીજો મહત્વનો હેતુ અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે MSMEને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે MSMEને અપગ્રેડ કરવાનો છે. વધુમાં હરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિકાસને સક્ષમ કરવા માટે MSMEમાં zero defect ઉત્પાદનના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા આગ પગલું બની રહેશે.