યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છેઃ : મુખ્યમંત્રી

૨૧મી જૂન સોમવારે રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સવારથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે સવારે ૭થી ૭.૪૫ વાગ્યા સુધી પાટનગરમાં સીએમ હાઉસ ખાતે યોગા પરફોર્મ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાતમાં વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યાં છે. તેમની સાથે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ જોડાયા છે.

સીએમ રૂપાણીએ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, યોગ દિવસે ગુજરાતીઓને અનેક શુભાચ્છાઓ. પીએમ મોદીએ સમગ્ર વિશ્લમાં યોગનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને સમગ્ર વિશ્વને આપણી સંસ્કૃતિ,આપણી પ્રણાલીથી ઉજાગર કર્યા છે. કોરોનાના સંક્રમણમાં પણ યોગનું મહત્ત્વ પણ આપણને સમજાવ્યું છે. યોગ કરોનાને ભગાવશે આ વાત પણ સાબિત થઇ ગઇ છે.

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે બી વિથ યોગા, બી એટ હોમ સ્લોગન આપ્યું હોઈ, આ વય્ર્ચુઅસ ઉજવણી માટે સરળ યોગાસનો રખાયા છે.

તેમણે વધુમા જણાવ્યું કે, ઓક્સિજનની વાત હોય તો પ્રાણાયમ તેનો ઉકેલ છે. શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ થશે. યોગથી જ આપણે આત્માને પરમાત્મા સાથે જોડી શકીએ છીએ. એટલે જ યોગનું મહત્તવ વધી રહ્યું છે.લોકો આવનારા દિવસોમાં ઓછાવત્તે જો યોગ કરશે તો આપણા ગુજરાતને સ્વસ્થ ગુજરાત મનાવી શકીશું.