ઉ.ગુજરાતમાં જળબંબાકાર, બનાસકાંઠા-પાટણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ

ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારો મેઘરાજા જળબંબાકાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે. પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા ચારેબાજુ નદીઓ વહેતી થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ પડતા વેડંચા પાસે લડબી નદીમાં નવા નીર આવ્યા છે. આ સિવાય હરિપુરા, બ્રાહ્મણવાસ, મફતપુરામાં પણ પાણી ભરાયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બીજી બાજુ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે (રવિવાર) જિલ્લામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અનેક સોસાયટીઓમાં કેડસમા પાણી છે અને લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. પાટણમાં જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદ અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોને પાણી વચ્ચે રાત વિતાવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના મોટભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં કેડસમા પણી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મોડી રાત્રે મેહુલિયાએ તોફાની બેટિંગ કરી હોય તેમ રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો છે અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદ અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સિદ્ધપુર શહેરમાં મોડીરાત્રે ૨.૪૫ વાગ્યાથી વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. જોતજોતામાં શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી સોસાયટીઓમાં લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા, જેના પગલે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ઋષિ તળાવ, ઉમાપાર્ક, પેપલ્લા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે.

ભારે વરસાદના પગલે સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. એક તબક્કે જાણે કે શહેરમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કેટલાક ઘરો તો એવા છે કે જ્યાં ઘરનો અડધાથી ઉપરનો ભાગ પાણીમાં ગરકાવ થયો છે. જેના પગલે રહીશો પરેશાન થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહીશોએ એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઘરમાં પાણી ભરાતા ભયાવહ સ્થિતિમાંપાણીની વચ્ચે જ રાત વિતાવી પડી હતી.

પાટણ જિલ્લામાં ગઇકાલ સાંજે ૬ વાગ્યા સુધીના વરસાદી આંકડાઓ પર નજર ફેરવીએ તો પાટણમાં ૨૨ મિ.મિ, સરસ્વતીમાં ૨૭ મિ.મિ, શંખેશ્વરમાં ૨ મિ.મિ વરસાદ નોંધાયો હતો. જોકે રાત પડતાં જ સિદ્ધપુર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

ડીસા પાલનપુર ધાનેરા વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.

પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરીપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાતા લોકો ખુરશીઓ પર બેસેલા નજરે પડી રહ્યા છે.

ઘરમાં પાણી તૂટવાના કારણે લોકોને જાનમાલને પણ ભારે નુકસાન થયું છે. ડીસામાં પણ મુખ્ય માર્ગો પર તેમજ મારુતિ પાર્ક અને રીઝમેટ વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું.