વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામકંડોરણા ખાતે 11 ઓક્ટોબરે યોજાનારી વિરાટ જનસભામાં જોડાવા માટેનો ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

જામકંડોરણા ખાતે તા.૧૧/૧૦/૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ જનસભામાં સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયંતિભાઇ રામોલીયાનું આહવાન

ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન અને શાન તથા વૈશ્વિક શક્તિશાળી નેતા એવા આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૧૧/૧૦/૨૦૨૨, મંગળવારે જામકંડોરણા મુકામે પધારવાના છે તે અનુસંધાને તમામ કારખાનેદારો તથા વેપારીઓની સંયુક્ત મીટીંગ આપણા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તથા ભાજપ જીલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયવામાં આવી હતી..

આ મીટીંગમાં બહોળી સંખ્યામાં સર્વે કારખાનેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એસોસીએશનના પ્રમુખ જયંતિભાઇ રામોલીયાએ જણાવેલ કે આપણા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ હર હમેશા ટેક્ષટાઇલ ઉદ્યોગના અનેકવિધ પ્રશ્નોની ચિંતા કરીને તેનું સફળતાથી નિરાકરણ કરતા આવ્યા છે અને આપણા ઉદ્યોગને આટલા વર્ષોથી કોઇ જાતની મુશ્કેલી પડવા દીધી નથી. તો હવે આ સમયે આપણી ફરજ છે કે તા.૧૧/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ સૌ કારખાનેદારો પોતાના એકમ સંપૂર્ણપણે બંધ રાખીને સર્વે કારખાનેદારો તેમજ પોતાના સ્ટાફ અને કામદારોને પોતાના વાહન સાથે જામકંડોરણા મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભામાં વિશાળ સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરેલ છે.

 

 

તમામ કારખાનાઓ બંધ રાખીને વિરાટ જનસભામાં જોડાવા માટેનો ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

આમ, સદરહુ મીટીંગ વખતે એસોસીએશનના પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલીયાના આહવાનને સર્વે સભ્ય કારખાનેદારોએ ખુબ જ ઉમળકાથી પ્રતિસાદ આપેલ છે અને સૌ કારખાનેદારો પોતપોતાના એકમમાંથી આવનાર વ્યક્તિઓની સંખ્યા અને વાહનની નોંધણી કરાવી રહ્યા છે. તેથી સૌ સભ્યોનો ઉત્સાહ જોતા એવુ લાગી રહ્યુ છે કે આપણી ઉપર આપણા ધારાસભ્યએ મુકેલ વિશ્વાસને લઇને આપણે ચોક્કસપણે સવાયા સફળ થઇશુ અને જામકંડોરણા મુકામે આપણે હજારોની સંખ્યામાં આપણા વાહનો સાથે સૌ સભ્યો ખુબ જ વિશાળ સંખ્યામાં હાજરી નોંધાવીને આપણા પ્રધાનમંત્રીની જનસભામાં ઉપસ્થિત રહેવાના ઐતિહાસિક દિવસમાં સહભાગી બનવાનો ગર્વ અનુભવીશુ. તેવુ ભાવપૂર્વકનું આકલન પ્રમુખ જયંતિભાઇ રામોલીયાએ કરેલ છે.