સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને ખેલૈયાઓ હર્ષોઉલ્લાસ સાથે માણી રહ્યાં છે. ખાસ કરીને પરિવારજનો અને મિત્રો સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ અનેરો હોય છે, પણ જો તેમાં પણ સામાજિક બંધુઓ સાથે ગરબે ઘૂમવું તે બંધુત્વને વધુ મજબૂત બનાવે છે. આ જ વિચાર સાથે અમદાવાદ ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તરફથી મંગળવાર 24 ઓક્ટોબરના રોજ “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023”નું આયોજન કરવામાં આવશે.

કર્ણાવતી ક્લબ ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આયોજિત “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” ખાતે જાણીતા કલાકાર ધુવીશ શાહ પોતાના સાથી કલાકારો સાથે પ્રસ્તુતિ આપશે અને ખેલૈયાઓને ગરબા રમવાનો અનેરી અનુભૂતિ કરાવશે.

ઉલ્લેખનીય છે કે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એ સમુદાય, ઘટકો તેમજ વૈષ્ણવ વણિક પરિવારોને સાંકળતો સમૂહ છે. SVVP સંસ્થા લગ્નસેતુ, શિક્ષણ, આરોગ્ય, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક જેવા લોકઉપયોગી કાર્યક્રમોના પગલે નવી ક્ષિતિજો ઉમેરી પોતાનો વ્યાપ વધારી રહી છે. સંસ્થા જરૂરિયાતમંદ અને છેવાડાના લોકોને આરોગ્ય અને શિક્ષણની સેવાઓ સરળતાથી મળી રહે તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહી છે.