Breaking News: સુરતમાં પાંડેસરા GIDCની રાણી સતી મિલમાં લાગી આગ

સુરત :ગુજરાત રાજ્યના સુરતનાં પાંડેસરા વિસ્તારની જીઆઈડીસીમાં રાણી સતી મિલમાં ભીષણ આગનો બનાવ બન્યો. આગ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. જેથી આસપાસનાં ફાયર સ્ટેશનોની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂ કરવાનો પ્રયાસ હાથ ધર્યો.

ફાયર વિભાગની રૅક્યૂ ટીમે આગમાં સપડાયેલા ત્રણ લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શ્વાસ રૂંધાતા તેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જો કે, મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આગ એટલી વિકરાળ હતી જેથી લોકોમાં નાસભાગ મચી હતી.

પાંડેસરા GIDC મિલમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ડાઈંગ પ્રિન્ટીંગની અંદર આગ એકાએક ભભૂકી ઉઠતા જોતજોતામાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ હતી કે, બે કિમી દૂરથી પણ તેના ધુમાડા દેખાઈ રહ્યા હતા. આગ લાગતા આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો હતો. એકાએક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડાધામ મચી ગઈ હતી.

પાંડેસરા GIDCની રાણી સતી ડાઈંગ મિલમાં આગ લાગતા ફાયર વિભાગે પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાયો અહીં શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો ઉપયોગ કરાયો હતો.

નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડાતા નાંદોદ તાલુકાના પોઇચા ગામે ચાર જેટલા પ્રવાસીઓ ડૂબ્યા

અન્ય સમાચાર જે આપના માટે મહત્વના છે