રશિયા ના સાઇબેરિયા મા કોલસાની ખાણમાં મોટો ધડાકા બાદ ભીષણ આગ; ૫૨ લોકોનાં મોત, ૩૫ થી વધુ ઘાયલ

રશિયાના સાઇબેરિયામાં એક મોત અકસ્માત સર્જાયો, કોલસાની ખાણમાં મોટા ધડાકા બબડ ભીષણ આગ લાગવાથી લગભગ ૫૨ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૩૮ ઘાયલ થયા છે, જેમાં ૬ રેસ્ક્યૂ વર્કર પણ સામેલ છે. આ અંગેની માહિતી અધિકારીઓએ આપી છે. છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી ખાણ દુર્ઘટના પૈકીની આ સૌથી ઘાતક દુર્ઘટના છે. પ્રારંભિક આંકડાઓ મુજબ લિસ્ટવ્યજનાયા ખાણમાં કોઈની પણ જીવિત હોવાની શક્યતા ન હોવા સમાન છે.

ક્ષેત્રીય અધિકારીઓએ મૃતકોની યાદીમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. આ બનાવ મુદ્દે, ક્ષેત્રીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ૩૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકીના ચારની સ્થિતિ અત્યંત ગંભીર છે. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે ખાણમાં કુલ ૨૮૫ લોકો હતા. આ પૈકીના મોટા ભાગનાને શરૂઆતમાં જ ખાણની બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આ બનાવ ની વાત કરવામાં આવે તો બ્લાસ્ટ પછી ખાણમાં આગ લાગી હતી. આ બ્લાસ્ટ અચાનક થયો. એને પગલે ઘણા લોકોને ભાગવાની તક પણ મળી નહોતી. રેસ્ક્યૂ વર્કર અને પોલીસ ઘટનાની માહિતી મળતાં જ અહીં પહોંચી ગઈ હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેમેરોવો ક્ષેત્રએ શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. કેમરોવોના ગવર્નર સર્ગેઈ સિવિલયોવે આ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. વિસ્ફોટના ખતરાને કારણે લગભગ ૨૫૦ મીટર(૮૨૦ ફૂટ) અંદર ખાણમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન ગુરુવારે બપોર પછી રોકવામાં આવ્યો અને રેસ્ક્યૂ ટીમને ખાણમાંથી બહાર કાઢી લેવામાં આવી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સરકારને ઘાયલોને તમામ આવશ્યક સહાયતા પ્રદાન કરવાનો આદેશ આપ્યો.