અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વચ્ચે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERS) બનાવવા માટે MOU

અમદાવાદ: આજે, વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફેઝ-2 GIDC વટવા ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERS) બનાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

આ ERS વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બનાવવામાં આવશે અને  વટવા ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશન (VIA) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ડિઝિનેટર્સ, નિષ્ણાતો અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા રચાયેલી ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે.

આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સંચાલનનો અવકાશ તેના પ્રારંભિક તબક્કામાં વટવા જીઆઈડીસી સુધી મર્યાદિત રહેશે અને પછીથી આ કાર્યક્ષેત્ર વટવા જીઆઈડીસીની સીમાઓથી આગળ વધારવામાં આવશે.

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આશરે 7-8 કરોડ રૂપિયાનું મૂડીખર્ચ તરીકે રોકાણ કરશે અને તેઓ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સંચાલન માટે પણ ભંડોળ પૂરું પાડશે.

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર  ઘટના સમયે પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિ (AF&ES) ના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે. આ AF & ESનો ભાર ઘટાડશે અને જીઆઈડીસીની અંદર તેના ભૌગોલિક સ્થાનને કારણે ઘટના સ્થળે તાત્કાલિક રાહત સુનિશ્ચિત કરશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news