Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જોકે ફાયર બ્રિગ્રેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

વિગત પ્રમાણે મુંબઈને અડીને આવેલા થાના જિલ્લાના બદલાપુરની ખરવઈ એમઆઇડીસીમાં આવેલી વીકે કેમિકલ ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં જોરદાર ઘમાકાઓ થયા, જેનો અવાજ ત્રણથી ચાર કિલોમીટર સુધી સંભળાઇ હતી.

આગ એટલી ભીષણ હતી કે આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ ગઇ અને કંપીનામાં અનેક ધમાકાઓ થયા. પ્રાથમિક માહિતી પ્રમાણે કેમિકલ ભરેલા કેટલાંક ડ્રમ ફાટવાના કારણે કેમિકલ ઉભેલા વાહનોના સંપર્કમાં આવવાથી વાહનોમાં આગ લાગતા આગે વિકસિત સ્વરૂપ ઘારણ કર્યું હતુ. આગને બૂઝાવવા માટે ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને અંતે આશરે બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું મોત થયુ છે તો ચાર જેટલા કર્મચારીઓ ઘાયલ થયા છે.