કચ્છનું જહાજ ઓમાનના દરિયામાં સળગીને ખાખઃ ૮ ક્રૂ મેમ્બર બચાવાયા

માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. ગુજરાતનું કાર્ગો જહાજ દૂબઈથી સામાન ભરીને સુદાન જઈ રહ્યું હતું. ત્યારે વચ્ચે ઓમાનના મોશિર પાસેના દરિયાના જહાજમાં કન્ટેન્રરમાં અચાનક આગ લાગી હતી. આગના લપેટમાં આવેલું આખુ જહાજ આગમાં સ્વાહા થયું હતું. આગની ઘટનામાં ૮ ક્રુ મેમ્બર્સને બચાવી લેવાયા છે. પોતાનો જીવ બચાવવા તમામ ક્રુ મેમ્બર્સ સમુદ્રમાં કૂદી પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ આદમ સિધિક થૈમ (ભોલુ શેઠ) નું માલિકીનું આ જહાજ હતું. જે ૩૧ ડિસેમ્બરના રોજ દૂબઈ પોર્ટ પરથી જનરલ કાર્ગો ભરીને સુદાન જવા નીકળ્યું હતું. એમએનવી ૨૧૦૫ નામનું જહાજ દૂબઈથી નીકળ્યું હતું. તેના બાદ મશીશ પાસે પહોંચ્યું હતું. અહી કન્ટેનરમાં રખાયેલા સામાનમાં ક્યાંક આગ લાગી હતી, અને આગે જોતજોતામાં મોટુ સ્વરૂપ લઈ લીધું હતું. પવનને કારણે આગ ફેલાતા તમામ ૮ ક્રુ મેમ્બર્સ જીવ બચાવવા સમુદ્રમાં કૂદી પડ્યા હતા.

જોકે, સ્થાનિક માછીમારી કરતી બોટે તમામ ક્રુ મેમ્બર્સને બચાવી લીધા હતા. હાલ તમામને ઓમાનના જીપ્સ પોર્ટ ખાતે મરીન પોલીસે આશ્રય આપ્યો છે. જોતજોતામાં આખુ જહાજ આગમાં સ્વાહા થઇ ગયુ ગયું. આગની જ્વાળાઓ દરિયામાં દૂર સુધી જોવા મળી હતી. સમગ્ર આકાશ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું.