અમદાવાદ રૂપાવટી ગામના પાટીયા પાસે જાહેરમાં આર્યુવેદિક ફાર્મા કંપનીનો કચરો ફેંકાયો

હાલ કોરોના મહામારીમાં સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. તેમાં પણ કંપની દ્વારા નંખાતા વેસ્ટ ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. ત્યારે બાવળાથી ધોળકા જવાના માર્ગ પર ધોળકા નજીક આવેલા રૂપાવટી ગામના પાટીયાથી થોડે દુર કોઈ આયુર્વેદિક ફાર્મા કંપની દ્વારા કચરો નાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

આ કચરામાં કંપનીના તેલના ભરેલા પાઉચ જોવા મળ્યા હતા, જે  નજીકમાં ભરેલા પાણીમાં ભળે તો પ્રદૂષણ ફેલાવી શકે તેમ છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સી.એ.શાહને જાણ કરવામાં આવી હતી. જેઓ દ્વારા કંપની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માટેની માહિતી આપવામાં આવી હતી.

હાલ કોરોના અને બર્ડ ફ્લુ જેવી બીમારી ફેલાઈ રહી છે ત્યારે આવો આયુર્વેદિક કંપની દ્વારા કચરાનો જથ્થો જાહેર માર્ગ પર નાખવામાં આવ્યો છે તે આરોગ્ય સામે જોખમકારક સાબિત થઇ શકે છે.