રાપર પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના તાલુકા મથક રાપર શહેરથી ૧૯ કિલોમીટર દૂર એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળોએ ઘરમાં મીઠી ઊંઘ માણી રહેલા લોકો જાગીને બેઠા થઈ ગયા હતા. વર્ષ ૨૦૦૧ના મહા ભૂકંપ બાદ અવાર નવાર આવતા ભૂકંપના આંચકા પણ ઘડીભર માટે લોકોને ગભરાવી જાય છે.

જો કે આ આંચકા નુકશાનકર્તા હોતા નથી આંચકાથી રાપર તાલુકાના સલારી, સઇ, બલાસર સહિતના વિસ્તારમાં લોકો સફાળા બન્યા હતા. જ્યારે અન્ય વિસ્તારોમાં ખાસ ખબર પડી નહોતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભચાઉ નજીક ૩.૪ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.