21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને વિસર્જીત કરી આપી વિદાય આપે છે. ત્યારે ગણેશ વિસર્જનના દિવસે ગણેશજીને પ્રિય એવા લાડુની હરાજી કરવામાં આવી હતી,જે રૂપિયા 27 લાખ સુધી પહોંચી હતી.

આ વર્ષે ગણેશ મૂર્તિ વિસર્જનના છેલ્લા દિવસે ગુરુવારે સવારે યોજાયેલી હરાજી દરમિયાન તેલંગાણામાં હૈદરાબાદના સૌથી લોકપ્રિય બાલાપુર ગણેશ લાડુની 27 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
ગોલ્ડન લાડુ તરીકે જાણીતા 21 કિલો લાડુની હરાજી 1994માં શરૂ થઈ હતી અને દર વર્ષે ગણેશ મૂર્તિ વિસર્જનના છેલ્લા દિવસે યોજાય છે. આ વર્ષે તેની હરાજી દાસારી દયાનંદ રેડ્ડીએ 27 લાખ રૂપિયામાં જીતી હતી. ગયા વર્ષે VLR બિલ્ડર્સના વેન્જેટી લક્ષ્મા રેડ્ડીએ આ લાડુ 24.6 લાખ રૂપિયામાં જીત્યા હતા.
બાલાપુર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજે યોજાયેલી હરાજીમાં 36 લોકોએ ભાગ લીધો હતો. લાડુની હરાજી હૈદરાબાદમાં મુખ્ય ગણેશ મૂર્તિ વિસર્જન શોભાયાત્રાની શરૂઆત દર્શાવે છે. લગભગ 19 કિમીની યાત્રા બાદ બાલાપુરની મૂર્તિને હુસૈન સાગર તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.

*છબી પ્રતિકાત્મક છે