જીપીસીબીના વિવાદિત સભ્ય સચિવ એ.વી. શાહને હટાવાયા, પ્રામાણિક છાપ ધરાવતા દેવાંગ ઠાકરની કરાઇ નિમણૂંક

જીપીસીબીના સભ્ય સચિવ એ. વી. શાહની તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ. વી. શાહને તાત્કાલિક અસરથી પોરબંદર આરઓ સ્ટાફ ખાતે સીનિયર પર્યાવરણ ઈજનેર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જીપીસીબીના સભ્ય સચિવ તરીકે પર્યાવરણ ઈજનેર દેવાંગ ઠાકરની નિમણૂંક કરવામાં આવી છે. તારીખ 25 મેના રોજ પ્રસિદ્ધ થયેલા વન અને પર્યાવરણ વિભાગના અધિક સચિવની અધિસૂચના જાહેર કરવામાં આવ્યાની સાથે એ.વી. શાહના જીપીસીબીમાં સભ્ય સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા ભષ્ટ્રાચારને લઇને ઉચ્ચ સ્તરીય તપાસોના આદેશ આપી દેવામાં આવી દેવાયા હોવાનું સૂત્રો તરફથી જાણવી મળી રહ્યું છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી નદીઓના પ્રદૂષણની બાબતને લઇને હાઇકોર્ટ દ્વારા જીપીસીબીના અધિકારીઓને ફટકાર લગાડવામાં પણ આવી હતી, યે બાબતે પણ તેમની બેદરકારી ની ટીકા પણ કરવામાં આવી હતી.

જીપીસીબીના સભ્ય સચિવ તરીકે એ.વી. શાહના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓની સામે સેંકડો ઉદ્યોગોને હેરાનગતિ પહોંચાડતા હોવાની અનેક ફરિયાદો થઇ હતી. તેવું ચર્ચાઈ રહ્યો છે. આ કાર્યકાળ દરમિયાન તેમના તાબાની કચેરીઓના અધિકારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી હતી તેની ચર્ચા હવે થઇ રહી છે તો રાજ્યના કેટલાંક શહેરોના પ્રોસેસિંગ હાઉસ અને એકમોને લઇને વિવાદાસ્પદ ફરિયાદો જોવા મળી રહી હતી. જેથી જીપીસીબીના તત્કાલિન ચેરમેન સીનિયર આઈએએસ સંજીવ કુમાર તરફથી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવામાં આવ્યો હતો. જે બાદ સીએમ કાર્યાલય તરફથી તેમને હોદ્દા પરથી તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એવો ચર્ચાનો દૌર ચાલી રહ્યો છે.