કચ્છના ભચાઉ પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ૩.૪ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો વધુ એક આંચકો ભચાઉથી ૧૨ કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આફ્ટરશોકની અસર ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના લલિયાણા ગામમાં આ આંચકો અનુભવાયો હોવાનું ગાગલ બીજલ હમીરાએ જણાવ્યું હતું ઝોન ૫માં આવતા કચ્છ પ્રદેશમાં મોટા ધરતીકંપ લાંબા અંતરાલ બાદ વર્ષોથી આવતા રહ્યા છે.

૨૦૦૧ના છેલ્લા મોટા ભૂકંપ બાદ લગાતાર આફ્ટરશોક નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન પર તેની સંખ્યા વિશેષ રહેવા પામી છે. જો કે અવાર નવાર આંચકા ભયજનક ના હોવાનું આ પહેલા ભૂસ્તરશાસ્ત્રીઓ કહી ચુક્યા છે.