GPCBના સભ્ય સચિવ પદે વરિષ્ઠ પર્યાવરણ ઈજનેરની નિમણૂક, આ તારીખથી સંભાળશે ચાર્જ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સભ્ય સચિવ પદે  નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ હુકમ સાથે વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ દ્વારા તારીખ 27 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલ પત્રમાં જીપીસીબીને સરકાર દ્વારા સભ્ય સચિવ તરીકે દિપાલી અલ્પેશ ટાંકની નિમણૂક કરવામાં આવી છે. દિપાલી ટાંક વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર તરીકે કાર્યરત છે. આ નિમણૂક 30 એપ્રિલ, 2026 કચેરી બાદથી અમલમાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિપાલી ટાંક સભ્ય સચિવ તરીકે દેવાંગ ઠાકરનો ચાર્જ સંભાળશે. દેવાંગ ઠાકર નિવૃત્તિ બાદ એક્સટેંશન પર  આ પદ પર સેવા આપી રહ્યાં હતા. 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news