દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક લિમિટેડે 11 પક્ષીઓના દેવદૂત સમાન 8 “સાગર ખેડુ” સ્વયંસેવકોને બિરદાવ્યા
- ભરૂચ વન વિભાગના સહયોગમાં સમુદ્રના ખેડૂતોને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા
- દીપક ફેનોલિક લિમિટેડે દીપક ફાઉન્ડેશનની સહયોગિતામાં મેન્ગ્રોવ વાવેતર હાથ ધર્યું છે
- ભરૂચના વાગરા તાલુકામાં 100 એકર દરિયા કાંઠાના વિસ્તારમાં મેન્ગ્રોવનું થઈ રહ્યુ છે વાવેતર
ભરૂચઃ જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો કરચલા અને માછલીઓના સંગ્રહ માટે દરિયાકાંઠાના મેન્ગ્રોવ વાવેતર પર આધાર રાખે છે. દરિયાકાંઠે આવેલા મેન્ગ્રોવ વાવેતર કરચલા અને માછલીની ઘણી પ્રજાતિઓને આદર્શ સંવર્ધન અને આશ્રયસ્થાન પૂરૂ પાડે છે, જે સીમાંત માછીમારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે.
આ માછીમારો દરિયાકાંઠાની જૈવવિવિધતા વિશેની માહિતીનો ભંડાર છે, જે કાદવવાળા વિસ્તારોમાં અગમ્ય પરિસ્થિતિઓને કારણે અવગણવામાં આવે છે.

દીપક ફાઉન્ડેશને દીપક ફેનોલિક લિમિટેડના સમર્થન સાથે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 100 એકર દરિયા કાંઠાના વિસ્તારમાં મેન્ગ્રોવ વાવેતર હાથ ધર્યું છે. વાવેતર ઉપરાંત, અમે ગ્રામજનોના જ્ઞાનનો ઉપયોગ કરીને વાગરા તાલુકાના દરિયાકાંઠાના જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ, જ્યાં આ માછીમારો તેમને મળતી વિવિધ દરિયાકાંઠાની જૈવવિવિધતા વિશે માહિતી પૂરી પાડે છે. “સાગર ખેડુ” તરીકે ઓળખાતા 23 દરિયાકાંઠાના ગામ સ્વયંસેવકોનું નેટવર્ક બનાવ્યું છે.
છેલ્લા એક વર્ષમાં, દેશના આ પ્રથમ દરિયાકાંઠાના સ્વયંસેવકોના નેટવર્કે 75 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં IUCN રેડ લિસ્ટ શ્રેણીઓ હેઠળ સૂચિબદ્ધ એવી 6 પ્રજાતિઓ શામેલ છે.
આ સ્વયંસેવકો ન માત્ર જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે, પરંતુ તેઓ દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલા અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. સાગર ખેડુના પાંચ સ્વયંસેવકોએ માછીમારીની જાળમાંથી 11 પક્ષીઓને બચાવ્યા અને મુક્ત કર્યા છે.

તેમના અવિરત પ્રયાસો બદલ પ્રશંસાના પ્રતીક તરીકે, દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગે મળીને કુદરતી વિજ્ઞાનમાં અને આપણા સહ-રહેવાસીઓના જીવન બચાવવામાં અનુકરણીય યોગદાન આપનારા આઠ વ્યક્તિ ઓ સન્માન કર્યું છે.
ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના એસીએફ હિતેશ જાદવ, ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના આરએફઓ વસાવા, જીએમ કોર્પોરેટ અફેર્સ ડીએનએલના નિર્મલ સિંહ યાદવ, ડીપીએલ દહેજના જીએમ પ્રોડક્શનના રણજીત કુમાર અને ડીપીએલ દહેજના જીએમ પર્યાવરણ ડીપીએલ દહેજના સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર દ્વારા પ્રશંસાપત્રો એનાયત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.










