‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના હેઠળ રાજ્યના જીઆઈડીસી લઘુ ઉદ્યોગોને 963 કરોડની સહાય અપાઈઃ બળવંતસિંહ રાજપુત

ગાંધીનગરઃ  રાજ્યની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ 2009માં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. આ સહાય યોજના અંતર્ગત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે લૉન સહાય પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 212 એકમોને સહાય પૂરી પાડવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારની ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય હેઠળ કેટલા એકમોને કેટલી નાણાકીય સહાય કરવામાં આવી છે? તેવા અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ સહાય યોજના હેઠળ રાજ્ય સરકારે ગુજરાતના કુલ 212 એકમોને રૂ.9,63,86,85,744ની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.