બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર – કચ્છ ના અંતરિયાળ વિસ્તારો માં આગામી ત્રણ થી ચાર દિવસો દરમિયાન મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહેવાની સમ્ભાવના છે, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારો માં ગરમ અને ભેજવાળી હવા પ્રવર્તે તેવી પણ સંભાવના હોવાથી નાગરીકોને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે.