કેમ ઓઝોનને પૃથ્વીનું કુદરતી સુરક્ષા કવચ કહેવાય છે? જાણો છો ખરા?…

૧૬ સપ્ટેમ્બરનો દિવસ એટલે ઓઝોન ડે. સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બરનો દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ ઓઝોન લેયર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે ેંદ્ગની મહાસભાએ ૧૯ ડિસેમ્બર ૧૯૯૪ના દિવસે એક વિશેષ ઠરાવ પસાર કરીને દર વરસે ૧૬ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ઓઝોન સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો હતો. ખરેખર તો પૃથ્વીના કુદરતી સુરક્ષા કવચરૃપ ઓઝોન વાયુની જાળવણી માટે વિશ્વનાં રાષ્ટ્રોએ ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૪ના દિવસે ઓઝોનની સુરક્ષા માટે  મોન્ટ્રીયલ કરાર પર સહી કરી હતી. સમય જતાં સંયુક્ત રાષ્ટ્રે એ જ તારીખની સ્મૃતિમાં ૧૬ સપ્ટેમ્બરને ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિઝર્વેશન ઓફ ધ ઓઝોન લેયર તરીકે સ્વીકાર્યો. ઓઝોન વાયુ મૂળભૂત રીતે એક કુદરતી વાયુ છે. પૃથ્વીના વિરાટ ગોળા ફરતે ફેલાયેલું પ્રાકૃતિક સુરક્ષાકવચ છે.

ઓઝોનનું કુદરતી સુરક્ષાકવચ સૂર્યમાંથી ફેંકાતાં હાનીકારક પારજાંબલી કિરણો જેને અલ્ટ્રાવાયોલેટ રેઝ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરની વિશાળ જીવસૃષ્ટિની અખંડ રક્ષા કરે છે. ઓઝોનના આ નૈસર્ગિક સુરક્ષા કવચમાં છીદ્રો પડે કે તો પૃથ્વી પરનાં માનવીઓને ચામડીનું જીવલેણ કેન્સર થાય. ઉપરાંત,અન્ય જીવસૃષ્ટિનું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાય. ઓઝોન વાયુ સામાન્ય રીતે  પૃથ્વીથી ૨૨થી ૨૮ કિલોમીટરના પટ્ટામાં ફેલાયેલો હોય છે. જોકે ઓઝોનની ચાદર વધુ ઘટ્ટ અને વધુ સલામત બને ત્યારે તે ૩૫-૪૦ કિલોમીટર સુધી પણ ફેલાય છે. રસાયણશાસ્ત્રની ભાષામાં ૦૩ ના નામે ઓળખાતા ઓઝોનમાં ઓક્સિજનના ત્રણ અણુઓ હોય છે. આ દ્રષ્ટિએ ઓઝોનનું પડ થોડું પાતળું હોવા છતાં તે સૂર્યનાં ભારે જોખમી અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લઇને તેને પૃથ્વી સુધી પહોંચવા દેતાં નથી.

ઓઝોન વિશે એન્ટાર્કટિકા પરનાં સંશોધન કેન્દ્રોમાં ભારત સહિત વિશ્વભરના વિજ્ઞાાનીઓ ગહન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાનખર ઋતુમાં ઓઝોનની ચાદરના કદમાં થોડો ઘટાડો થાય છે જ્યારે ક્ટોબર-નવેમ્બરમાં તેમાં વધારો થાય છે. ઓઝોનની આ કુદરતી છત્રીમાં ભારે ઉદ્યોગોમાંથી અને વાહનોમાંથી ફેંકાતા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરોફ્લોરો કાર્બન જેવા પ્રદૂષિત- હાનીકારક વાયુઓને કારણે સુક્ષ્મ છીદ્રો પડી જાય. જોકે રેફ્રીજરેટરમાં અને સુગંધી સ્પ્રેમાં  વપરાતો ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોનને સૌથી  વધુ નુકસાન કરે .આ બધા પ્રદૂષિત વાયુઓ પૃથ્વીથી ઉપરના ૨૨થી ૨૮ કિલોમીટરના પટ્ટામાં જમા થઇ જઇને ઓઝોનની ચાદરને ભારે નુકસાન કરે. આ જ છીદ્રોમાંથી સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી આવીને જીવ સૃષ્ટિ માટે જોખમી બની જાય. યુ.એન.ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક ચિંતાજનક રિપોર્ટ મુજબ સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ફક્ત અમેરિકામાં જ દર વર્ષે ૨૦ હજાર કરતાં વધુ લોકોને ચામડીનું કેન્સર થાય છે. વળી,અમેરિકા પર ત્રાટકતાં ભયાનક વાવાઝોડાંનું એક કારણ પણ તેના આકાશમાં ઓઝોનની ચાદર થોડીક પાતળી પડી ગઇ હોવાનું સંશોધન પણ થયું છે. જોકે ઓક્સિજનમાંથી ઓઝોનનું નિરંતર સર્જન થતું રહેતું હોવાથી પૃથ્વી પરની વિશાળ જીવ સૃષ્ટિ સલામત રહે છે. આજના સંશોધન મુજબ પૃથ્વીનું આ સુરક્ષા કવચ ઘણું સલામત અને વધુ ફેલાયેલું છે.