ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી થયેલી મોતની ધટના પર સીએમ યોગી આદિત્યનાથે નોંધ લીધી છે અને મૃતકોના પરિવારજનોને દરેક સંભવિત મદદ આપવા આશ્વાસન આપ્યુ છે. સાથે જ સીએમએ મૃતકોના પરિવારજનોને રાહત ફંડનું પણ એલાન કર્યુ છે.

લખનૌ દુર્ઘટના પર સી એમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ડીએમ અને પોલસીના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા છે. સી એમએ મૃતકોના પરિવારજનોને રાહત ફંડના રૂપમાં ૪-૪ લાખ રૂપિયા આપવા સૂચના આપી છે. સાથે જ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારી સારવાર આપવા પણ જણાવ્યુ હતું. જાણકારી અનુસાર આ ઘટના પછી વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. સંયુક્ત પોલીસ કમિશનર પીયૂશ મોર્ડિયાએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, આ ઘટના લખનૌના દિલકુશા વિસ્તારની છે, જ્યાં ભારે વરસાદને કારણે દીવાલ પડી ગઈ અને આ ભયાનક દુર્ઘટનામાં ૯ લોકોની મોત થઈ ગઈ છે. જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. યૂપીના ઉન્નાવમાં પણ ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે, ગુરુવારે મોડી રાત્રે ઘરની છત પડવાથી બે સગીર સહિત ત્રણ લોકોની મોત થઈ હતી, જ્યારે આ દુર્ઘટનામાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલ યુવતી ત્રણ બાળકોની માતા છે. જે બાળકોનું મોત થયુ છે, તેઓ અનુક્રમે ૨૦ વર્ષ, ૪ અને ૬ વર્ષના છે. યૂપીમાં ભારે વરસાદ અને વીજલી પડવાની ઘટનાઓને કારણે આફત આવી છે.

વરસાદની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર ૧૫૩૩ ઈમરજન્સીમાં મદદ માટે ઉપલબ્ધ છે, જ્યારે ૯૧૫૧૦૫૫૬૭૧/૯૧૫૧૦૫૫૬૭૨/૯૧૫૧૦૫૫૬૭૩ આ નંબરોના માધ્યમથી કોલ કરીને તાત્કાલિક મદદ મેળવી શકાય છે. લખનૌના ડિવિઝનલ કમિશનર રેશન જેકબે જિલ્લાના તમામ રહેવાસીઓને અપીલ કરી છે અને કહ્યું છે કે, લખનૌ શહેરમાં ભારે વરસાદને કારણે ક્યાંય પણ કોઈ દુર્ઘટના થાય તો આ નંબરો પર કોલ કરવો.