પાટણમાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પ્રોજેકટ માટે સર્વે હાથ ધરાયો

પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પેનલનો રૂ. ત્રણ કરોડનાં અંદાજનો સૂચિત પ્રોજેકટની દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ બનાવવા માટેનાં પ્રાથમિક તબકકાની કામગીરીનો પ્રારંભ ર્યો છે. જીયુડીસીની કન્સલ્ટન્ટ એજન્સીનાં બે અધિકારીઓ પાટણ ખાતે આવ્યા હતા ને નગરપાલિકાનાં અધિકારી ભરતભાઇ મોદીને સાથે રાખીને પાટણનાં સિદ્ધિ સરોવર ખાતેનાં ફ્લોટિંગ સોલાર પેનલનાં સૂચિત પ્રોજેક્ટ સ્થળની મુલાકાતે ગયા હતા. અને અત્રે ડીપીઆર તૈયાર કરતાં પૂર્વે આ સ્થળનો સર્વે કરાયો હતો.

નગરપાલિકા પૂર્વ ચીફ ઓફિસરએ પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પેનલ ગોઠવીને અહીં સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટેનો એક સૂચિત પ્રોજેકટ સ્થાપવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જે અંગે અગાઉ સામાન્ય સભામાં મંજુર કરીને સરકારમાં દરખાસ્ત મોકલી હતી. જે સંદર્ભે તરતા સોલાર પ્રોજેક્ટ માં ડીપીઆર તૈયાર કરવા માટે જીયુડીસીએ કન્સલન્ટ એજન્સી નીમેલી છે. જેમાં કર્મચારીઓ પણ પાટણનાં સિદ્ધિ સરોવર ખાતે પ્રાથમિક સર્વે માટે આવ્યા હતા. તેઓએ સમગ્ર તળાવનું નિરીક્ષણ કર્યું હતું.