મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ૧૭ મજૂરોના મોત, ૩૦-૪૦ મજૂરો કાટમાળમાં દટાયાની આશંકા

બુધવારે સવારે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો છે, આ દુર્ઘટનામાં ૧૭ મજૂરોના મોત થયા છે. રેલવે પ્રશાસન દ્વારા અહીં રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત સવારે લગભગ ૧૦ વાગે થયો હતો. હજુ પણ ૩૦-૪૦ લોકો ફસાયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.

અકસ્માતને લગતા સામે આવેલ પ્રાથમિક અહેવાલો અનુસાર, આ રેલ્વે પુલ સાયરાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે બૈરાબી અને સાયરાંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ ૧૦૪ મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં ૪૨ મીટર વધુ હોવાનું કહેવાય છે.

મિઝોરમના મુખ્યમંત્રી જોરમ થાંગાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે આઈઝોલ નજીક સાયરાંગમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે, જેના કારણે ૧૭ મજૂરોના મોત થયા છે. તેમણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.

અહેવાલો અનુસાર, આ રેલવે પુલ સાયરાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે બૈરાબી અને સાયરાંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ ૧૦૪ મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં ૪૨ મીટર વધુ હોવાનું કહેવાય છે. આ નિર્માણાધીન પુલ મિઝોરમની રાજધાની આઈઝોલથી લગભગ ૨૦ કિલોમીટર દૂર છે. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના સીપીઆરઓ સબ્યસાચી ડેએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.