રાજ્યમાં અશાંત ધારા મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો

મકાન ખરીદી-વેચાણની પ્રક્રિયાને પડકારવાનો ત્રાહિત પક્ષને અધિકાર નહીં

અશાંત ધારા મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. મકાનની ખરીદ વેચાણ પ્રક્રિયામાં અશાંત ધારા હેઠળની પરવાનગીને પડકારવાનો પાડોશીઓ કે ત્રાહિત પક્ષને અધિકાર નહિ હોવાનું હાઈકોર્ટે જણાવ્યુ હતું. હાઇકોર્ટે દંડ સાથે અરજીઓને ફગાવી હતી. અશાંત ધારા હેઠળના કેસોમાં આ ચુકાદાની દૂરોગામી અસર હશે. અશાંત ધારા મુદ્દે હાઇકોર્ટની ખંડપીઠનો પ્રથમ ચુકાદો પણ સામે આવ્યો છે. રાજયમાં અનેક વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો અમલમાં મૂકયો છે. જ્યાં કોઈ પણ મિલકતની લે વેચ કરવી હોય તો ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયાઓ અંતર્ગત એક કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં અશાંત ધારા હેઠળની પરવાનગીને પડકારવાનો પાડોશીઓ કે ત્રાહિત પક્ષને અધિકાર નહિ હોવાનું હાઈકોર્ટે જણાવ્યુ હતું.