નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરની ઘટનામાં કામદારો બેભાન થયા પાછળનું કારણ સામે આવ્યું

સુરત: સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે કરુણ ઘટના ઘટવા પામી  છે. ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલવાળા ડ્રમ ખોલતી વખતે અચાનક ઝેરી કેમિકલની અસર થતા ચાર કામદારના શ્વાસ રુંધાઈ જવાથી મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિ બેભાન થઈ ગયો હતો.

કેમિકલ વેસ્ટ ઉઠાવતી વખતે આ દુર્ધટના ઘટી હતી. ગોડાઉનનાં પાંચ કામદારો કામ કરી રહ્યા હતા. ચાર કામદારના મોતથી તેમના પરિવાર પર આભ તૂટ્યાં જેવી સ્થિતિ ઉભી થઈ છે. તો એક કામદારને બેભાન હાલતમાં અંકલેશ્વર ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતકના સંબંધીઓ ન્યાયની માગણી કરી રહ્યા છે.

મૃતકના સંબંધીનો આક્ષેપ છે કે સાબુની ફેક્ટરીમાં કામ કરાવવાના નામે કામદારો પાસેથી જોખમી કેમિકલનું કામ કરાવાતું હતું. દુર્યટના બાદ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં નીલમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. કે કેમિકલની ફ્યુમ્સને કારણે તેઓ ત્યાં બેભાન થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પાંચ પૈકી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે અંગે જીપીસીબીની ટીમે સેમ્પલિંગ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કોસંબા પોલીસે કંપનીના માલિક મોહમદ પટેલની ધરપકડ કરી છે.