પાવાગઢમાં વન વિભાગ નારિયેળની છાલમાંથી સેન્દ્રીય ખાતર બનાવે છે

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી મા નાં દર્શન અર્થે આવતા હોય છે . અને મા માં મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે.ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા શ્રીફળના છોતરાં-કુચા ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેતા હોય છે. છોતરા અને કુચા સાફ સફાઈ દરમિયાન વન વિભાગ દ્વારા તેની એકત્ર કરવામાં આવે છે.

વન વિભાગ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા આ તમામ છોતરાં-કુચાને એકત્ર કરીને માંચી ખાતે કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે.માંચીમાં આવેલા કોકોપીટ યુનિટમાં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે.નારિયેળના છોતરા અને કુચા માંથી તૈયાર કરવામાં આવેલા કોકોપીટને વન વિભાગ દ્વાર પંચમહાલ જિલ્લાની નર્સરીઓમાં ઉપયોગ કરે છે. પરંતુ હાલમાં પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ ચઢાવવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.