સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરનું ઉત્તરાયણના પર્વને લઈ જાહેરનામું

  • ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ, ધાબા પર લાઉડ સ્પીકર વગાડાશે નહિ

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે મોટા શહેરામાં કોઈ અનિચ્છનીય બનાવને ટાળવા માટે સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા જાહેરાના પ્રમાણે ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.

ગુજરાતીઓ આમ તો દરેક તહેવારના શોખીન છે, પરંતુ ખાસ કરીને નાનાથી મોટા જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સુરત અને રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે અને પોલીસ કમિશનરે સાવચેતીના ભાગરૂપે ઉત્તરાયણના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ સાથે ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહી. ધાબા પર મોટા આવાજવાળા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર કરાઈ મનાઈ કરવામાં આવી છે. આ તરફ  જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.