GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું

પાણી પ્રદૂષણ ઘટાડવા માટે અનેક સૂચનો સાથે પ્રિન્ટિંગ ઉધોગના વિકાસ માટે સૂચનો કર્યા

જેતપુરઃ થોડા સમય પહેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન તરીખે ગુજરાત કેડરના IAS આર. બી. બારડની નિયુક્તિ કરાવા માં આવી છે, નવનિયુક્ત ચેરમેન સૌરાષ્ટ્ર પ્રવાસે છે, બારડે મોરબી સિરેમિક ઉદ્યોગ રાજકોટના ઓટોમોબાઇલ સહિતના ઉદ્યોગ અને વિશ્વભરમાં પ્રખ્યાત એવા જેતપુરના કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગની મુલાકાત લીધી હતી.

જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિયસને ચેરમેન બારડને જેતપુરના કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ વિષે તમામ માહિતી પુરી પડી હતી, ચેરમેનના સ્વાગત માટે જેતપુર ફૂડ માર્ટ ખાતે કે વિશેષ સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જેતપુર ના અનેક ઉદ્યોગ પતિ ઓ હાજર રહ્યાં હતા અને ચેરમેન બારડનું સાલ ઓઢાડીને સન્માન કરવા સાથે યાદગિરી મોમેન્ટ પણ આપી હતી

પ્રખ્યાત જેતપુરના કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગની એક દિવસની શુભેક્ષા મુલાકાત દરમિયાન બારડે જેતપુરના કારખાનેદારો સાથે લાંબી મિંટિંગ પણ કરી હતી, સાથે આ મુલાકત દરમિયાન તેવો એ જેતપુરમાં થતા કોટન પ્રિન્ટીંગની માહિતી માટે 10 જેટલા કારખાનાની મુલાકત લીધી હતી જેમાં અહીં પ્રિન્ટિંગ કેમ થાય છે અને આ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં કેવી મુશ્કેલી પડી રહી છે તેની પણ માહિતી લીધી હતી, સાથે સાથે જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયસને દ્વારા તેવો ને થતી મુશ્કેલી પણ વર્ણવી હતી અને તેના નિર્વારણ માટે ખાસ સૂચનો ચેરમેન બારડ દ્વારા કરવામાં આવ્યા હતા.

જેતપુરમાં પ્રદુષિત પાણીને ટેન્કર મારફતે ફિલ્ટર પ્લાન્ટમાં લઈ જઈ ને સુધીકરણ  કરવાની વ્યવસ્થાથી પ્રભાવિત થતા ચેરમેન બારડ

જેતપુરના આ ઉદ્યોગ માટે પાણી પ્રદુષણ મોટી સમસ્યા જેના નિવારણ માટે જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા આ પ્રદુષણ નિવારણ કરવા માટે જે CETP કાર્યરત છે તેની પણ મુલાકાત લીધી હતી, ખાસ તો જેતપુર ના પ્રિન્ટિંગ એસોસિયન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેના વખાણ કરેલ હતા, અહીં ના એસોસિયન્સ દ્વારા કારખાનામાં જ પ્રદુષિત પાણી ભેગું કરી ને પછી તેને એસોસિયેશન ના CETP માં ટેન્કર મારફતે મોકલી આપવામાં આવે છે, જેને લઈને અહીં કોઈ પણ કારખાના મારફત જાહેરમાં કે કારખાના બહાર પાણી છોડવામાં આવતું નથી, ઉભી કરાયેલ આ ટેન્કર મારફતે પ્રદુષિત પાણી ને ફિલ્ટર પ્લાન્ટ સુધી લઈ જવાની વ્યવસ્થા ને લઈને જેતપુરમાં મોટા ભાગ પ્રદુષણ નિવારણ થઇ ચૂક્યું છે,

ચેરમને જેતપુરની આ વ્યવસ્થા જોઈને ખુશ થવા સાથે આ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી

જેતપુરમાં બનતા નવા ઝીરો ડિસ્ચાર્જ CETPનું નિરીક્ષણ અને સૂચનો

ચેરમેન બારડે જેતપુરમાં ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયન દ્વારા બનાવવામાં આવતા CETPની મુલાકત પણ લીધી હતી, 30 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલ આ CETP ઝીરો ડિસ્ચાર્જની રીતે બને છે, ઝીરો ડિસ્ચાર્જ એટલે અહીં જે પ્રદુષિત પાણીનું સુધીકરણ થશે તેમાંથી કોઈ પણ જાતનું પ્રદુષિત મટીરીયલ નહિ નીકળે, અહીં પાણીને સુધીકરણ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી પદ્ધતિ વિક્સવામાં આવી છે, ચેરમેન બારડ દ્વારા અહીં વધુ સારો ફિલ્ટર પ્લાન્ટ બને તેવા સૂચનો કરવામાં આવ્યા હતા અને જેતપુરમાં પ્રદુષણ નિવારવા સાથે પ્રિન્ટિંગ ઉદ્યોગને વેગ આપવા માટેના સૂચનો ચેરમેન બારડ અહીં જેતપુરના ઉદ્યોગપતિઓ સાથે કે મિટિંગ કરીને તમામ લોકોને સાભળવા સાથે સાથે જેતપુરનો ઉદ્યોગ વધુ વિકસે તે માટે પ્રયાસ કરવા સાથે પ્રદુષણ કેમ ઘટે તેમાટે સૂચનો અને પ્રયાસ કરશે તેવી બાહેંધરી આપી હતી

હજારો લોકોને રોજી રોટી પુરી પડતા આ ઉદ્યોગને બદનામ કરવાનું બંધ કરો – પ્રમુખ – ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયન્સ

જેતપુરનો આ પ્રિન્ટિંગ ઉદ્યોગ સ્થાનિક અને અન્ય રાજ્યના હજારો લોકોને રોજી રોટી આપે છે, અનેક લોકોના ગુજરાન આ પ્રિન્ટિંગ ઉદ્યોગ ચલાવી રહ્યો છે, ત્યારે છાશવારે ઘણા લેભાગુ તત્વો આ ઉદ્યોગને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે જેની જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જેન્તીભાઇ રામોલીયાએ કડક નિંદા કરી હતી અને સાથે સાથે ગૃહ ઉદ્યોગ જેવા આ ઉદ્યોગને વિકાસ કરવા સાથ સહકાર આપવાની વાત કરી હતો.