રાજકોટ એઈમ્સની વિઝન અને મિશન અને વિશિષ્ટ સેવાઓ સહિતની માહિતી

રાજકોટ: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય): સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસંતુલનને દૂર કરવાનો તથા દેશમાં સામાન્ય રીતે ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ માટે સુવિધાઓ વધારવાનો તથા દેશમાં ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ માટે સુવિધાઓ વધારવાનો છે. પીએમએસએસવાયના બે ઘટકો છેઃ

એઈમ્સ જેવી સંસ્થાઓની સ્થાપના; અને હાલની રાજ્ય સરકારની મેડિકલ કોલેજ (જીએમસી)નું અપગ્રેડેશન. અને પીએમએસએસવાય અંતર્ગત અત્યાર સુધીમાં ૨૨ નવી એઈમ્સની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૧૫ એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. આ ૧૫ સંસ્થાઓમાં (૧) ગોરખપુર (ઉત્તરપ્રદેશ), (૨) નાગપુર (મહારાષ્ટ્ર), (૩) કલ્યાણી (પશ્ચિમ બંગાળ), (૪) મંગલાગિરી (આંધ્રપ્રદેશ), (૫) બીબીનગર (તેલંગાણા), (૬) ભઠિંડા (પંજાબ), (૭) દેવઘર (ઝારખંડ), (૮) બિલાસપુર (હિમાચલ પ્રદેશ), (૯) રાજકોટ (ગુજરાત), (૧૦) ગુવાહાટી (આસામ), (૧૧) વિજયપુર (જમ્મુ), (૧૨) મદુરાઈ (તમિલનાડુ), (૧૩) અવંતીપોરા, (૧૩) જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, (૧૩) રેવાડી (હરિયાણા) અને (૮) દરભંગા (બિહાર)માં એઈમ્સનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪ અગાઉ મંજૂર થયેલી ૭ એઈમ્સમાં (૧) ભોપાલ (મધ્યપ્રદેશ), (૨) ભુવનેશ્વર (ઓડિશા), (૩) જાધપુર (રાજસ્થાન), (૪) પટણા (બિહાર), (૫) રાયપુર (છત્તીસગઢ), (૬) ઋષિકેશ (ઉત્તરાખંડ) અને (૭) રાયબરેલી (ઉત્તરપ્રદેશ)માં એઈમ્સનો સમાવેશ થાય છે.

રાજકોટ એઈમ્સની સ્થાપનાઃ

ગૂજરાતમાં રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ને પ્રધાનમંત્રી સવસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)નાં છઠ્ઠા તબક્કા અંતર્ગત જાન્યુઆરી, ૨૦૧૯માં રૂ. ૧૧૯૫ કરોડનાં મંજૂર ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે મેસર્સ એચએસસીસી (ઇન્ડિયા) લિમિટેડની જૂન, ૨૦૧૯માં આ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી હતી. એઈમ્સ, રાજકોટ ૭૫૦ પથારીની હોસ્પિટલ છે જેમાં ઇમરજન્સી અને ટ્રોમા માટે ૩૦ પથારીઓ, આઇસીયુ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બેડ, એમબીબીએસની ૫૦ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, છાત્રાલયો અને રહેણાંક ક્વાર્ટર્સ સામેલ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, રાજકોટની સ્થાપના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૧૨ મારફતે સ્વાયત્ત સંસ્થા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે કરવામાં આવી હતી.

મિશન અને વિઝન

સંસ્થાના મિશનની ત્રિપુટી આ પ્રમાણે છેઃ

(૧) વિવિધ આરોગ્ય વ્યાવસાયિકોનું શિક્ષણ

(૨) જૈવ ચિકિત્સા વિજ્ઞાનમાં સંશોધન; અને

(૩) સર્વોચ્ચ સંભાળના સ્તરે દર્દીની સંભાળ

એઈમ્સ રાજકોટને લગતી માહિતી વિષે જણાવીએ, જેમાં આ પ્રોજેક્ટનું નામ એઈમ્સ, રાજકોટ છે. આ પ્રોજેક્ટની મંજૂરીની તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ માનનીય પ્રધાનમંત્રી દ્વારા શિલારોપણ કરવામાં આવ્યું. પ્રોજેક્ટનો મંજૂર થયેલો ખર્ચ ૧૧૯૫ કરોડ રૂપિયા માનવામાં આવે છે. ચલાવતી એજન્સીનું નામ મેસર્સ એચએસસીસી (ઇન્ડિયા) લિમિટેડ છે. ભૌતિક પ્રગતિ ૮૨.૫% માનવામાં આવે છે. નાણાકીય પ્રગતિ ૬૪૫ કરોડ માનવામાં આવે છે. સુવિધાઓ પહેલેથી જ કાર્યરત છે, જેમાં ઓ.પી.ડી. કાર્યરત તારીખ ૨૧મી ડિસેમ્બર ૨૦૨૧ હતી. હાલમાં એમ.બી.બી.એસ.ના ૫૦ વિદ્યાર્થીઓની વાર્ષિક ભરતી ૦૪ યુજી બેચ (૨૦૦ વિદ્યાર્થીઓ) ચાલી રહ્યા છે અને ૧૮૪ યુજી વિદ્યાર્થીઓ હાલમાં હોસ્ટેલમાં રહે છે. નિયમિત પહોંચ પ્રવૃત્તિઓ માટે ૦૯ ચિકિત્સા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ વિભાગો કાર્યરત છે. એઈમ્સ રાજકોટ ખાતે આજની તારીખે સેવાઓ કાર્યરત છે જેમાં જનરલ મેડિસિન, ઓપ્થેલ્મોલોજી, ઇએનટી, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, ડર્મેટોલોજી, પેડિયાટ્રિક્સ, એનેસ્થેસિયોલોજી, રેડિયોલોજી, સર્જરી, સાઇકિયાટ્રી અને પલ્મોનરી મેડિસિન, એનાટોમી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, પેથોલોજી, ફાર્માકોલોજી, ફિઝિયોલોજી, ડેન્ટિસ્ટ્રી વગેરે વિભાગો સામેલ છે

વિશિષ્ટ સેવાઓ

કલ્પના કરાયેલી સુવિધાઓ જેમાં મુખ્ય હોસ્પિટલ બ્લોક (૭૫૦ પથારીઓ), છાત્રાલયો અને રહેણાંક સંકુલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે ૨૦૨૪ સુધીમાં કાર્યરત થઈ જશે, જેમાં ચાર મોડ્યુલર ઓટી સાથે કટોકટી અને ટ્રોમા સેવાઓ સામે કરવામાં આવી છે, જેમાં આઈપીડી સેવાઓ (૨૫૦ પથારીઓ) – ટાવર એ અને બી-હોસ્પિટલ બ્લોક (૩૦ પથારીવાળા આયુષ બ્લોક સહિત), ઓપીડી સેવાઓ (૧૪ વિભાગો), એમઆરઆઇ, યુએસજી અને ડિજિટલ એક્સ રે આધારિત રેડિયો ડાયગ્નોસ્ટિક સર્વિસીસ અને અન્ય સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ ઇક્વિપમેન્ટ, આઈપીડી દર્દીઓ માટે ફાર્મસી, બ્લડ સ્ટોરેજ અને ડાયગ્નોસ્ટિક સેવાઓ, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર, આઇપીડી બ્લોકમાં એલએમઓ, એમજીપીએસ, લેબ્સ અને સીએસએસડી સર્વિસીસ, યુજી વિદ્યાર્થીઓ અને એડમિન ઓફિસ વિસ્તાર માટે લેક્ચર હોલ અને એક્ઝામ હોલ, આ બધા સાથે યુજી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ્સ વિથ ડિનિંગ હોલ (૫૦૦ની ક્ષમતા) પણ સુવિધાઓમાં સામેલ છે.

આ પ્રોજેક્ટથી રાજ્ય અને પડોશી રાજ્યોના લોકોને શું ફાયદો થશે જે વિષે તમને જણાવીએ તો,  ખાસ કરીને રાજકોટ જિલ્લા, ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને તેની આસપાસના સમુદાયને સાકલ્યવાદી અને અત્યાધુનિક તૃતિયક આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરવી. તૃતીયક સારસંભાળને સુલભ અને વાજબી બનાવે છે અને આયુષની સંકલિત વ્યવસ્થાની સાથે આધુનિક ચિકિત્સાની સંપૂર્ણ અને સંકલિત પદ્ધતિઓ વગેરે સુવિધામાં સામેલ કરવામાં આવશે.