ગુજરાત જિલ્લાના પંચમહાલના ઘોઘંબામાં આવેલ એક કંપનીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના

ગુજરાત જિલ્લાના પંચમહાલના ઘોઘંબામાં આવેલ એક કંપનીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ધોઘંબાના રણજીતગરની સોલવન્ટ પ્લાન્ટ 6. કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ બાદ આગ ભડકી ઉઠી હતી. જેમાં બ્લાસ્ટથી ત્રણથી વધુ કામદાર દાઝ્યા હોવાનું જાણવા મી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. સોલવન્ટ ને કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસનો 5 કિ.મી.નો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ કરવામાં આવી હત્યા છે. બ્લાસ્ટ ના કારણે આજુબાજુના 10 ગામોમાં ભયનો માહોલ વ્યાપી ગયો. આગમાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.