રાજ્યભરમાં ઠંડીનું જોર વધતા શિયાળો જામ્યો

હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ ત્રણ દિવસ એટલે કે ૭૨ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે અને તાપમાન ૯ થી ૧૨ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી અને સૂકા પવનો ફૂંકાતા રાજકોટમાં ઠંડીની અસર વર્તાઈ છે. ત્રણ દિવસમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે શ્રીનગર સહિત કાશ્મીરના મોટા ભા?ગના વિસ્તારોમાં બુધવારે તાપમાનનો પારો ગગડ્યો હતો. શ્રીનગરમાં ઠંડી ૧.૩ ડિગ્રી ઘટીને માઇનસ ૩.૯ ડિગ્રી નોંધાઈ હતી. ગુલમર્ગમાં માઇનસ ૮.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં પણ કૉલ્ડ વેવ યથાવત્‌ રહ્યો હતો. દિલ્હીમાં લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઓછું નોંધાશે. સામાન્ય રીતે દરેક વર્ષે ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ રહેતું હોય છે.

આ વખતે શરૂઆતના તબક્કે અરેબિયન સી પર સર્જાયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ સમયગાળામાં જે પવનો ફૂંકાયા તેની અસર ન જોવા મળી. ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ રહ્યા બાદ બે-ત્રણ દિવસ તાપમાન ઊંચું જશે અને ત્યાર પછીના દિવસોમાં ઠંડીનો ફરી નવો રાઉન્ડ શરૂ થશેરાજ્યભરમાં ઠંડીનું જોર વધતા શિયાળો જામી રહ્યો છે. બુધવારે ૪.૬ ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. ઉત્તર દિશાએથી ફૂંકાયેલા બર્ફિલા પવનથી ઠારની ધાર વધી હતી.

રાજ્યમાં બીજા ક્રમે રહેલા કંડલા એરપોર્ટ પર ન્યૂનતમ ૯.૯ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભુજ ૧૧ અને કંડલા પોર્ટ ૧૨ ડિગ્રી સાથે ચોથા અને પાંચમા સ્થાને ઠંડા બન્યા હતા. જ્યારે રાજકોટમાં પણ ૧૧ ડિગ્રી તાપમાન સાથે અત્યાર સુધીની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જામનગર પણ ૧૧ ડિગ્રીએ થથર્યું હતું. આ તરફ ગીરનાર પર ૬૦ થી લઇને ૮૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે ૨ કલાક બંધ રાખવાની ફરજ પડી હતી. દર શિયાળે ડિસેમ્બરના મધ્યથી કાશ્મીર જેવી ઠંડી સાથે ટાઢાબોળ બનતા અબડાસાના મુખ્ય મથકે ન્યૂનતમ સામાન્ય કરતાં ૭ ડિગ્રી ઓછું રહ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે મોસમમાં પ્રથમવાર લઘુતમ ૯.૯ ડિગ્રી જેટલું રહેતાં અંજાર અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી શિયાળો અસલી મિજાજ દર્શાવતો જણાયો હતો. દિવસનું ઉષ્ણતામાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું પરિણામે બપોરે પણ તડકાની અસર ઓસરી હતી.