વલસાડમાં ભારે પવન ફૂંકાતા ઝાડની ડાળી વીજપોલ પર પડતા વીજ પ્રવાહ ખોરવાયો

રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. થર્મલ લોની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૨૦થી ૨૫ કિલોમીટરની ગતિના પવન ફૂંકાવાની સાથે ભેજ વધતાં વરસાદી છાંટાથી લઈ ઝાપટાંની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં સવારથી બપોર સુધી ગરમીનું જોર યથાવત્‌ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમ છતાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૧, લઘુતમ તાપમાન ૨૭.૭ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી, ભાવનગરમાં ૪૧.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૩ ડિગ્રી, રાજકોટમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યાનુસાર, રાજસ્થાન વિસ્તારમાં ચોમાસું ખેંચી લાવતી થર્મલ લો રચાયું છે, જેને કારણે પવનની ગતિ વધે છે. તેમ જ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ધૂળિયા તોફાનો આવે છે, જેથી છેલ્લા ચાર દિવસ દરમિયાન પવનની ગતિ ૭થી ૧૧ કિમી પ્રતિ કલાકથી વધી ૨૦થી ૨૫ કિમીની રહેશે. આ પવન દક્ષિણ વિસ્તારમાંથી ભેજ ખેંચી લાવે છે, જેને લીધે વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા વાદળ રચાય છે, જેથી આગામી ચાર દિવસ ઝાપટાં પડી શકે છે.

રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વલસાડ શહેરમાં પણ સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી. શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ આરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજ લાઈન ઉપર ડાળી પડતા આજુબાજુના ૪ વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજ પ્રવાહ ખોરવાતા આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો. વલસાડ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. જેથી એક મહાકાય ઝાડની ડાળી તૂટી જતા નીચે પસાર થતી વીજ લાઈનના ૪ વીજ પોલ અસરગ્રસ્ત થયા હતા. જેને પગલે વીજ પ્રવાહ ખોરવાતા આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો.

આરપીએફ ગ્રાઉન્ડની આજુબાજુમાં રેલવે યાર્ડમાં વીજપોલ ધરાશાયી થયો હોવાની જાણ રેલવે ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓને થતા તેઓએ વીજ કંપનીની કચેરીએ જાણ કરી હતી. જેથી વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંધ પડેલો વીજ પુરવઠો કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

વલસાડ શહેરમાં સંભવીત વાવાઝોડાની અસરને પગલે ઝાડની ડાળી પડતા રસ્તા ઉપર અવાર-જવર બંધ થઈ હતી. જેને લઈ વીજ કંપનીના કર્મચારીઓએ રસ્તા ઉપર પડેલી મહાકાય ડાળીને દૂર કરવાની અને વીજ પુરવઠો કાર્યરત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.