જોધપુરમાં જવાનો ૨૪ કલાક પાણીની સુરક્ષા કરશે

શહેરમાં જ્યાં જળસંકટની સ્થિતિ વિકટ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય શહેરમાં પાણીની કટોકટીની પરિસ્થિતિ અને પાણી બચાવવા અંગે સંદેશો આપી રહ્યા છે. લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે અને પરિસ્થિતિમાં ધીરજ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.

એકંદરે પાણીની તીવ્ર કટોકટીને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.૬૦ દિવસની કેનાલ બંધ હોવાને કારણે જોધપુરમાં પુરવઠા માટે પાણીનો સ્ટોક ખૂબ જ કાળજીપૂર્વક વાપરવામાં આવી રહ્યો હતો. હવે પંજાબ કેનાલમાં ભંગાણના કારણે પાણી આવતાં હજુ દસ દિવસ લાગશે. જોધપુરમાં હવે દસ દિવસની તરસ છિપાવવા માટેનું પણ પાણી નથી. હવે જે પાણી ઉપલબ્ધ છે એનો જો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે. પાણી અંગે કટોકટીની પરિસ્થિતિ અંગે વહીવટીતંત્ર એલર્ટ છે. જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તાએ શહેરમાં પીવાના પાણીની મુશ્કેલીઓને જોતાં વોટર સપ્લાય મેનેજમેન્ટ માટે ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમની રચના કરી છે. એ અંતર્ગત શહેરના ફિલ્ટર પ્લાન્ટ્‌સ પર ૨૪ કલાક પોલીસ જવાન તહેનાત રાખવાના નિર્દેશ છે. શહેરના કોયલાના, ચોપાસની, તખ્તસાગર અને ઝાલામંડ ફિલ્ટર પ્લાન્ટની સુરક્ષા માટે ૨૪ કલાક પોલીસ જવાનો તહેનાત છે. દરેક પ્લાન્ટ પર ૪થી ૫ સુરક્ષા જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. કાયલાના અને તખ્તસાગર તળાવો પર પોલીસ તહેનાત છે.

ફિલ્ટર પ્લાન્ટ માટે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. પાણીનો બગાડ કરનારા લોકો પર મહાનગરપાલિકા નજર રાખશે અને દંડ વસૂલશે. જિલ્લા કલેકટરે ટીમના ઈન્ચાર્જ તરીકે કાર્યપાલક ઈજનેર, મોનિટરિંગ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગ, જોધપુરે અનિલ પુરોહિતની નિમણૂક કરી છે. આદેશ મુજબ ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ કેનાલ બંધ દરમિયાન પાણીપુરવઠો અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરશે.રાજસ્થાનનાં જોધપુરમાં વોટર ઈમર્જન્સીની સ્થિતિ સર્જાઈ છે.

પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. કેનાલ બંધ થવાને કારણે પુરવઠો ખોરવાયો હતો. કેનાલ બંધનો સમયગાળો વધવાથી પંજાબમાંથી પાણી આવવામાં સમય લાગશે. આવી સ્થિતિમાં જોધપુરના સ્ટોકમાં જેટલું પણ પાણી બચ્યું છે એનાથી જ કામ ચલાવવું પડશે. પંજાબમાંથી પાણી આવવામાં ૧૦ દિવસ લાગશે. પરિસ્થિતિને જોતાં જોધપુર પ્રશાસને પાણીપુરવઠા વિભાગ પાસેથી સપ્લાયની જવાબદારી પોતાના હાથમાં લીધી છે અને પાણી પર જવાનો તહેનાત કર્યા છે.