આણંદમાં રાસાયણિક પાણી નદીમાં પ્રવાહિત કરતા જળપ્રદુષણ વધ્યું

વિશ્વમાં જળ પ્રદૂષણની વધતી સમસ્યા આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. આણંદ જિલ્લામાં પણ તારાપુર પાસેથી પસાર થતી સાબરમતિ નદી દિવસેને દિવસે કેમિકલયુક્ત નદીમાં ફેરવાઈ રહી છે. આથી વધતા જતા જળપ્રદૂષણનો ઝડપથી નિકાલ લાવી શકાય એ હેતુથી સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રો. ડો. મનિષ પટેલ અને તેમના રિસર્ચ સ્કોલર ડો. શિતલ પટેલ દ્વારા શોધ નિબંધ તૈયાર કરાયો છે. વર્ષ ૨૦૧૮થી જળ પ્રદુષણ અટકાવવા માટેના આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં યુજીસી સ્પીપા-દિલ્હી દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૧મા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર શોધનિબંધ રજૂ કરવામાં આવ્યો હતો. આ શોધનિબંધમાં પોલીમર કમ્પોઝાઈટ હાઇડ્રોજેલ નામના પદાર્થનો પણ ઉલ્લેખ કરાયો હતો. જે પાણીમાં નાખવામાં આવતા ઓગળતા નથી અને તે રાસાયણિક પાણીમાં રહેલા હાનિકારક પદાર્થોને પાણીમાંથી શોષી લે છે. બાદમાં ચુંબકીય શક્તિની મદદથી હાનિકારક તત્વોને પાણીમાંથી સહેલાઈથી દૂર કરી શકાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રદુષણની સમસ્યાઓનો ઉકેલ ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપથી થાય તેવો હતો.

પોલીમર કમ્પોઝાઈટ હાઇડ્રોજેલ વિશે ડો. શિતલ પટેલે જણાવ્યું હતું કે તેને પાણીમાં નાખતા તે દુષિત પાણીમાં રહેલા કચરાને શોષી લે છે. બાદમાં તેમાં રહેલા નાના લોખંડના પાર્ટીકલના કારણે તેને મેગ્નેટની મદદથી બહાર ખેંચી લેવામાં આવે છે, જેનાથી પાણી શુદ્ધ થાય છે. જો કે, આ પોલીમર કમ્પોઝાઈટ હાઇડ્રોજેલને સી ફુડમાંથી મળતા ચિટાસન નામના વેસ્ટમાંથી બનાવાવમાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં સી ફુડ વધુ પ્રમાણમાં ખવાય છે. આથી તેનો વેસ્ટેજ પણ વધુ હોય છે, જેમાંથી આ પ્રદાર્થ બનાવીને જળ પ્રદુષણ રોકી શકાય છે. ડો. શિતલ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રી દ્વારા પોલીમર કમ્પોઝાઈટ હાઇડ્રોજેલની મદદથી કેમીકલ યુક્ત પાણીને નદીમાં છોડતા પહેલા જ સાફ કરી શકાશે. જેનાથી પાણીમાં શુદ્ધ પાણી જતા જળપ્રદુષણનું પ્રમાણ ઘટશેઆણંદ જિલ્લામાં દુષિત પાણી છોડતા ઔદ્યોગિક એકમોના કારણે નદી-નાળામાં દૂષિત પાણીનું સ્તર વધ્યું છે. જે લોકોના સ્વાસ્થને જોખમમાં મુકી શકે છે. આથી સરદાર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રો. ડો. મનિષ પટેલ અને તેમના રિસર્ચ સ્કોલર ડો. શિતલ પટેલ દ્વારા જળ પ્રદુષણ રોકવા માટે શોધ નિબંધ તૈયાર કરાયો હતો. જેમાં શહેરમાં જળપ્રદુષણનું પ્રમાણ વધ્યું હોવાના તારણો બહાર આવ્યા હતા.