રાજ્યના ૩૨ તાલુકામાં વરસાદ, લુણાવાડામાં સૌથી વધુ ૧.૫ ઇંચ

ગુજરાતમાં આખરે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજ્યનાં ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ લુણાવાડા અને વિરપુર તાલુકામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય ૩૯ તાલુકામાં ૧ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

વળી જો ચોટીલાની વાત કરીએ તો, હવામાન વિભાગની આગાહી અનુસાર ચોટીલા શહેર સહિત અને ગ્રામ્યવિસ્તારોમાં ગઈકાલ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમુક ગામડાઓ હજુ વિકાસ ન થયો હોય તેમ ગામડાઓની બજારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોટીલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ ચોટીલાની પાંચાળ તરીકે ઓળખવામાં આવ્યું છે ત્યારે પાંચાળ પંથકમાં માંડવ જગલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઝરીયા મહાદેવના મંદિરે તેમજ નાવા,પાંજવાડી રૂપાવટી જેવા અનેક ગ્રામ્યવિસ્તારો વરસાદ વાવણી લાયક પડી જતા ખેડૂતોમાં આનંદની લાગણીઓ જોવા મળી છે અને આ વરસાદી માહોલમાં ઝરીયા મહાદેવના મંદિરે પડેલા વરસાદથી નયનમય દ્રશ્યો નિહાળવા જેવા બની ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સક્ર્યુલેશન સર્જાયું છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૃચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.’

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટથી કંટાળી ગયેેલા લોકો માટે વરસાદી સીઝન શરૂ થતા ખુશી જોવા મળી છે.