જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે

મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક

જામનગર: જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં MLA રિવાબા જાડેજા અને મેયર બીનાબેન વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. કોઈ બાબતમાં MLA રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. જો કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં – સાંસદ પૂનમબેનએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ પૂનમબેન પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.

આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. પરંતુ જામનગરથી એક એવા દ્રશ્યો સામે આવ્યા જે જોઇને આંતરિક વિખવાદની ગંધ આવી ગઇ. જામનગરમાં મારી માટે મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જે બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો. તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ છ રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે. આ વીડિયોના શબ્દો પરથી સમજી શકાય છે કે મેયર પોતાના હોદાને લઇને વાત કરી રહ્યા હતા. એટલે કે હોદાને લઈને બંને વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ હતી.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ સહિત અનેક લોકો હાજર હતા. જેમણે આ બંને મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સાંસદ પૂનમ માડમને કહ્યું કે, તમે જ આગ લગાડી છે.

બન્ને મહિલા નેતાઓના હાવભાવથી સમજી શકાય છે કે, આ મુદ્દો કોઈ આજકાલનો નથી, પરંતુ આજે આ વિવાદ પરાષ્ટાએ પહોંચી ગયો છે. તો હવે આ મામલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનું પણ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની માહિતી લેવામાં આવશે અને તે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવશે.