જીએમડીસીની સુરખા (એન) લિગ્નાઈટ ખાણે ક્ષમતા વિસ્તરણ માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ મેળવ્યું

અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતનું અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંનીં એક છે. જીએમડીસી દ્વારા સુરખા (એન) લિગ્નાઈટ ખાણ માટે લિગ્નાઈટના 3 એટીપીએથી 5 એમટીપીએ સુધી ક્ષમતા વિસ્તરણ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે..

સુરખા(એન) લિગ્નાઈટ ખાણ જીએમડીસી માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જે કંપનીના વિકાસપથમાં નોંધપાત્ર પ્રગતિ રજૂ કરે છે. આ વિસ્તરણથી માત્ર ઉત્પાદનમાં જ વધારો નહીં થાય, પરંતુ જીએમડીસીની ટકાઉપણા અને જવાબદાર સંસાધન ઉપયોગની પ્રતિબદ્ધતા પણ ઉજાગર કરે છે.

જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર આઇએએસ રૂપવંત સિંઘે, જણાવ્યું કે, “સુરખા (એન) લિગ્નાઈટ ખાણની ક્ષમતાના વિસ્તરણ માટે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની મંજૂરી એ જીએમડીસી માટે નિર્ણાયક ક્ષણ છે. આ પ્રોજેક્ટની સફળતા અમારા એકંદર વૃદ્ધિ અને આવક નિર્માણના પરિપ્રેક્ષ્યમાં અભિન્ન છે.”

સુરખા (એન) લિગ્નાઈટ ખાણ ખાતે બે ટર્નકી માઈનિંગ કોન્ટ્રાક્ટની સાથે, જીએમડીસી તેના ઉત્પાદન લક્ષ્યોને વધારવા સજ્જ બનશે. ઉચ્ચ લિગ્નાઈટ ઉત્પાદન ક્ષમતા જીએમડીસી માટે નોંધપાત્ર આવકમાં વધારો કરશે તેવી અપેક્ષા છે. ગુજરાતના અગ્રણી માઇનિંગ એન્ટિટી તરીકે, જીએમડીસી રાજ્યના આર્થિક લેન્ડસ્કેપમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વાર્ષિક ધોરણે લિગ્નાઈટ ઉત્પાદનનું વિસ્તરણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગોની ઉર્જાની જરૂરિયાતોને બળ આપવા માટે તૈયાર છે, જે રાજ્યની અંદર વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે.

અંતે, ક્ષમતા વિસ્તરણ માટે જીએમડીસીની સુરખા (એન) લિગ્નાઈટ ખાણનું એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ, કંપનીની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.