ગીફ્ટસીટીમાં ટુંક જ સમયમાં ૧ લાખની વસ્તી રહેતી થશે

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૭ની વાઇબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટી પ્રોજેક્ટ રજૂ કરી તેને ડ્રિમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. જેમાં દેશ વિદેશની મોટી મોટી કંપનીઓની મુખ્ય ઓફિસ અને બ્રાન્ચ ગિફ્ટ સિટીમાં શરૂ થાય તેવું નરેન્દ્ર મોદીનું વિઝન હતું. હવે, ગિફ્ટ સિટીને દેશના અન્ય રાજ્યોના ગ્રેટર શહેરોની જેમ ગિફ્ટ સિટીને ગ્રેટર ગાંધીનગર બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને ગિફ્ટ સિટીની આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ બને જેથી ‘વોક ટુ વર્ક ‘નો કન્સેપટ વિકસી શકે.

ગિફ્ટ સિટી પાસે નીલા સ્પેસ કંપની ૫.૪ લાખ ચોરસ ફૂટમાં સૌથી મોટા ૩૩ માળના બે લક્ઝુરિયસ રહેણાંક માટેના ટાવર બનાવશે. જ્યારે કાવ્યા રત્નાગ્રુપ ૫ લાખ ચોરસફૂટમાં રહેણાંક બનાવશે. આ સાવી ગ્રુપ અને એ.ટી.એસ ગ્રુપ સાથે મળીને ૨.૨ લાખ ચોરસ ફૂટમાં આવાસ ઉભા કરશે. આમ ત્રણ કંપનીએ ૧૨.૨૬ લાખ સ્કવેર ફિટ જમીન પર રહેણાંક ઉભા કરશે.

ગિફ્ટ સિટીમાં સ્થાપયેલા ૨૮ માળના બે ઓફિસ ટાવર કરતા પણ મોટા ૩૩ માળના ૨ રેસિડેન્શિયલ ટાવર શોભા ડેવલપેર બનાવશે, જેનો બાંધકામ વિસ્તાર ૧૪૩ મિલિયન ચોરસ ફૂટ હશે, અને ૩૩ માળ એટલે કે ૪૦૫ મીટર ઊંચું બિલ્ડીંગ બનશે, આ ટાવર ૨૦૨૪ સુધી પૂર્ણ કરવાનો કંપનીનો ટાર્ગેટ છે આ માટે અગાઉ આ વિસ્તારમાં માત્ર ગિફ્ટ સિટીના સંચાલકો અને તેના કર્મચારીઓના આવાસની મંજૂરી હતી, તે રદ કરીને અન્ય માટે પણ આવાસના નિર્માણ માટે મંજૂરી આપવાનું શરૂ કરી દીધું હતું, જેના લીધે ગુજરાત સહિત મુંબઇ, બેંગાલુરુ, દિલ્હીના ડેવલપર્સેએ પણ રસ દાખવ્યો હતો, હાલ ગિફ્ટ સિટી આજુબાજુમાં ૬ ડેવલપર્સને આવાસ નિર્માણ માટે ૩૩ લાખ ચોરસ ફૂટ જગ્યા આપવામાં આવી છે.

આ ગિફ્ટ સિટીની ફરતે ૩૨ જેટલી રહેણાંકની સ્કીમો ચાલી રહી છે, જેમાં પાલજ ગામ પાસે ૮ સ્કીમ, સાબરમતીના બીજા કાંઠે એટલે કે સિટી પલ્સ પાસે ગિફ્ટ સિટી સંલગ્ન સ્કીમ અને લવારપુર ગામમાં પાંચ સ્કીમો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઔદ્યોગિકની સાથે રીયલ એસ્ટેટને પણ વેગ આપી ગિફ્ટ સિટીને ‘ગ્રેટર ગાંધીનગર’ બનાવવામાં આવશે. જેમાં ગિફ્ટ સિટી આજુબાજુ ૩૩ માળના બે રેસિડેન્શ ટાવર ઉપરાંત ૩૨ જેટલી રહેણાંકની સ્કીમો મુકવામાં આવી રહી છે, તે જોતા આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં એક લાખની વસ્તી થઈ જશે. ગિફ્ટ સિટીના કુલ ૩.૫૮ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ૬૦ ટકા કોમર્શિયલ, ૨૩ ટકા રેસિડેન્શ, ૨ ટકા હોટેલ, ૫ ટકા રિટેઇલ, ૯ ટકા પબ્લિક બિલ્ડીંગ અને ૧ ટકા રિક્રિએશન માટે મંજૂર કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટી મેટ્રો ટ્રેન અને BRTSથી પણ જોડાઈ જશે.