કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદનું અનુમાન

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ ૪ દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે.રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યાં છે.

હવામાન વિભાગે હજું પણ આગામી ૪ દિવસ વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન છે. ૫૫ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદના અનુમાનને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે.

હવામાનના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની આશંકાને જોતા સુરત, વલસાડ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી ૪ દિવસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી ૪ દિવસ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.