લિબિયામાં પૂરના કારણે 64 પેલેસ્ટાઈનના મોત

રામલ્લાહ:  પૂર્વી લિબિયામાં વિનાશક પૂરને કારણે ઓછામાં ઓછા 64 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 10 અન્ય હજુ પણ ગુમ છે.

પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયના રાજકીય સલાહકાર અહેમદ અલ-દીકે જણાવ્યું હતું કે, “અમે લિબિયામાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પેલેસ્ટિનિયન સમુદાયની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, જેથી નુકસાનની મેળવી શકાય .” અમે તેમના (પીડિતોના) પરિવારો અને સંબંધીઓ પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આશા છે કે ગુમ થયેલા લોકો જીવિત મળી જશે.”

નોંધનીય છે કે વિનાશક ભૂમધ્ય વાવાઝોડા ડેનિયલએ 10 સપ્ટેમ્બરે પૂર્વ લિબિયામાં ભારે તબાહી મચાવી હતી, જેના કારણે ભારે પૂર આવ્યું હતું. તેના પરિણામે હજારો લોકોના જીવ ગયા અને પ્રદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું.