નવી વંદે ભારત ટ્રેન 16થી વધુ સુરક્ષા કવચથી છે સજ્જ, જાણો શું છે વિશિષ્ટ સુવિધાઓ

ચેન્નઇઃ દેશના વિભિન્ન ભાગમાં કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનને અત્યંત સુરક્ષિત બનાવી તેને સામસામે અથડાવાથી બચાવવા, આગથી સુરક્ષિત રાખી તથા તમામ દરવાજાઓ બંધ થવા પર જ ટ્રેનનું સ્ટાર્ટ થવુ જેવા સલામતીના પગલાં સાથેસાથે અન્ય અનેક કવચોથી સજ્જ કરવામાં આવી છે.

દેશના દરેક રાજ્યમાંથી વંદે ભારત ટ્રેન ચલાવવાની ભારે માંગને લઇને મચેલી ધૂમ વચ્ચે રેલ અધિકારીઓએ દાવો કર્યો છે કે તમામ નવી ટ્રેનોમાં પ્રતિભાવોના આધાર પર સુરક્ષાના અને વધુ તથા અસરકારક ઉપાયો કરવામાં આવ્યા છે, જેમાં સામસામેની ટક્કરથી બચાવ, તમામ દરવાજાઓનું ખાતરીબદ્ધ રૂપે બંધ થવું, આગથી બચાવના અનેક નવા ફીચર્સ જોડવાની સાથે જ લોકો પાયલોટની વચ્ચે વોકી ટોકીના સ્થાને આધુનિક તકનીકના ઉપયોગ સાથે સંવાદની વ્યવસ્થા છે. તેમાં પ્રવાસીઓ પણ અલાર્મ બટન દબાવી ટ્રેનને રોકી શકે છે.

તમિલનાડુમાં તિરૂવનેલવેલી અને ચેન્નઈ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે લીલી ઝંડી દર્શાવી શરૂ કરવામાં આવેલી વંદે ભારત રેલ સેવાના ઉદ્ઘાટન સમારંભ બાદ મદુરાઈ ડિવિઝનના વરિષ્ઠ તકનીકી અધિકારી અનુજ રાઠોડે જણાવ્યું કે ટ્રેનમાં આ પ્રકારના 10થી વધુ નવા ફિચર જોડવામાં આવ્યા છે. તેમનું કહેવું હતુ કે આ તમામ સુરક્ષા તથા અન્ય ઉપાય પ્રવાસીઓ તરફથી શરૂ કરાયેલી વંદે ભારચ ટ્રેનની મુસાફરીમાં મુસાફરીઓ તરફથી મળેલા અનુભવ બાદ લગાવવામાં આવ્યા છે, જે નવી વંદે ભારત ટ્રેનને વધુ સુરક્ષિત તથા સુંદર બનાવે છે.

તેમણે કહ્યું કે સામસામેની અથડામણ આ ટ્રેનમાં નહીં થાય કારણકે તેમાં અલાર્મ સિસ્ટમ લગાવવામાં આવી છે અને જો દુર્ભાગ્યપૂર્ણ રીતે જો આવી સ્થિતિ આવે છે તો તેમાં ખૂબ જ ઓછુ નુક્શાન થવાની સંભાવના છે.

અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનની સુરક્ષા તથા મુસાફરોની સુવિધાઓ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યાં સુધી તમામ દરવાજાઓ બંધ નહીં થાય ત્યાં સુધી ટ્રેન સ્ટાર્ટ થતી નથી. જ્યારે પાયલોટ તમામ રીતે ખાતરબદ્ધ થઇ જશે કે હવે ટ્રેન ચલાવવા માટે સુરક્ષિત છે તો તેને ચલાવી શકાશે.

તેમણે જણાવ્યું કે રેલવેમાં ધુમ્રપાન નિષેધ છે અને જો કોઇ વ્યક્તિ ક્યાંક તેનો ઉપયોગ કરે છે તો તેનું અલાર્મ વાગશે અને તેને ધુમ્રપાન કરવાથી રોકી શકાશે. પહેલા જો કદાચ આવું થતુ હતુ તો ટ્રેનને રોકવી પડતી હતી, પરંતુ હવે સરળતાથી સીધા તે વ્યક્તિ સુધી પહોંચી તેને રોકી શકાય છે. ટ્રેનમાં સીસીટીવી કેમેરા છે, જેથી દરેક સ્થિતિની ઝીણવટભરી રીતે દેખરેખ કરી શકાય.

નવી વંદે ભારત ટ્રેનમાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યાધુનિક સંચાર વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે લોકો પાયલોટને વાત કરવા માટે વોકી-ટોકીની જરૂરિયાત નહીં હોય અને નિયંત્રણ બટન દબાવી તે સીધા બીજા લોકો પાયલોટ સાથે વાત કરી શકે છે. આ પ્રકારે જો કોઇ કોચમાં કોઇ તકલીફ આવે છે, તો મુસાફરો પણ ત્યાં લાગેલા બટનને દબાવી લોકો પાયલોટ સાથે સીધો સંપર્ક કરી શકે છે.

ટ્રેનના અંતિમ અને શરૂઆતી ડબ્બાઓમાં દિવ્યાંગોની સુવિધા માટે ટોયલેટ વ્યવસ્થાને વધુ આધુનિક તથા સરળ બનાવવામાં આવી છે. આવા મુસાફરોને તકલીફ ન થાય તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે. બન્ને ડબ્બાઓમાં આવા મુસાફરો માટે પુરતી જગ્યાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શૌચાલયોને પણ આ પ્રકારે તૈયાર કરવામાં કરવામાં આવ્યા છે કે ત્યાં પાણીનો બગાડ ન થાય અને ટ્રેનની ઝડપી ગતિની સ્થિતિમાં પણ મુસાફરોને હેંડલ વગેરેની જરૂરી સુવિધા મળી શકે. આ ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. કોચીસનું નિર્માણ ચેન્નઈ સહિત અનેક સ્થાનો પર કરવામાં આવી રહ્યું છે.