હૈદરાબાદના બોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : ૧૦ લોકોના મોત

હૈદરાબાદના બોઇગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.આ આગમાં હજુ પણ ૧૨ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ ભીષણ આગને કારણે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે લોકો બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ લગભગ ૮ ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. લોકો આગ ઓલવવામાં અને રાહત કાર્યમાં જોતરાયા છે.જણાવવામાં આવી રહ્યું છે કે જંક વેરહાઉસમાં કામ કરતા તમામ મજૂરો બિહારના રહેવાસી હતા. જંક વેરહાઉસના પહેલા માળે ૧૨ મજૂરો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી.

કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જંક શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા.અત્યાર સુધીમાં ૧૦ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક મજૂર જે ભાગવામાં સફળ રહ્યો હતો તેને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર કંટ્રોલ રૂમને સવારે ૩ વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે જહેમત શરૂ કરી હતી.

ગોડાઉનમાં ફાઈબર કેબલમાં આગ લાગી હતી જેના કારણે ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગની તીવ્રતા વધુ વધી હતી. ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો, કાગળ, પ્લાસ્ટિક અને અન્ય કેબલ પણ રાખવામાં આવ્યા હતા. પહેલા માળે બે રૂમ હતા અને એક રૂમમાંથી તમામ ૧૦ મૃતદેહો મળી આવ્યા હતા. જો કે મૃતદેહોને હજુ સુધી ઓળખી શકાયા નથી. મધ્યપ્રદેશના બેતુલમાં એક ચાલતી વોલ્વો બસમાં આગ લાગી હતી.આગ લાગ્યા બાદ બસને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, આ વોલ્વો બસ ભોપાલથી હૈદરાબાદ જઈ રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બસમાં ૩૫ થી ૪૦ મુસાફરો સવાર હતા.