ભગત સિહ, સુખદેવ, અને રાજગુરુ એ કેટલાય યુવાનોને ક્રાંતિકારી પથ પર ચાલવા માટે આપી હતી પ્રેરણા

આઝાદ ભારતમા આજે આપણે શાંતિથી થી શ્વાસ લઇ રહ્યા છીએ, તેમની આઝાદી માટે તેઓ હસતા હસતા આઝાદીના ગીતો ગાતા ફાંસી પર લટકી ગયા હતા.

જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ અંગ્રેજોની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરતા હસતા હસતા દેશ માટે પ્રાણ ન્યૌછાવર કરી દીધા.

 

વીર ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડ‌ર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા સાથીદારોએ ૧૯૨૮માં અંગ્રેજ અધિકારીને ઠાર કર્યો હતો. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ધારાસભામાં બોંબ ફેક્યો હતો. તે અનુસંધાને ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને  23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી આપાવામા આવી હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે.

ભગતસિંહ કિશોરવયથી જ  ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. અને બ્રિટીશરોના દમન સામે તેમણે જ સાહસ બતાવ્યુ હતુ તેને કારૅણે ભગતસિંહ હમેશ માટે યુવાઓના આદર્શ બની ગયા.